Gujarat

દહેગામ બાયડ હાઈવે પર ટ્રક અને ઈકોના અકસ્માતમાં બે લોકોના મોત

ગાંધીનગર
મહીસાગરનાં લુણાવાડા ખાતે રહેતાં ઘનશ્યામભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના મોટા ભાઈ શશિકાંતની દીકરી રિદ્ધિ કલોલ ખાતે અભ્યાસ કરે છે. જેને મળવા માટે તેઓ ઈકો ગાડી લઈને કલોલ આવવા નિકળ્યા હતા. જેમની સાથે ઘનશ્યામભાઈની દીકરી દેવ્યાશી પણ હતી. દહેગામ બાયડ હાઈવે રોડ ઉપર લવાડફાર્મ નજીક ટ્રક અને ઈકોનો અકસ્માત થયો છે. પપ્પાને દહેગામ દવાખાને તેમજ દેવ્યાશીને ગાંધીનગર સિવિલ લઈ ગયા છે. આથી ઘનશ્યામભાઈ સગાઓ સાથે ગાંધીનગર આવી પહોંચ્યા હતા. એ વખતે રસ્તામાં લવાડફાર્મ નજીક આઈવા ટ્રક – ઈકો ગાડી અકસ્માતગ્રસ્ત હાલતમાં પડી હતી. તેમની દીકરીનું માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થવાથી પ્રાથમિક સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે તેમના ભાઈ શશીકાંતનું સ્થળ ઉપર મોત થયું છે. જેમની લાશને દહેગામ સરકારી દવાખાનામાં રાખવામાં આવી છે. આ અંગે તેમણે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.દહેગામ બાયડ હાઈવે રોડ ઉપર લવાડફાર્મ નજીક ટ્રક અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર કાકા ભત્રીજી કરૃણ મોત નીપજતા દહેગામ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઝાડ અને ટ્રક વચ્ચે ઇકો કારનો ભુક્કો વળી ગયો હતો.

The-truck-took-the-Echo-Adfet.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *