Gujarat

દાંતા તાલુકાના પાંછા આંગણવાડી કેન્દ્ર નંબર 1 અને 2 માં પ્રાયોગિક ધોરણે પોષણ સુધા યોજના શરૂ કરવામાં આવી

*યોજનાની મુખ્ય પ્રવૃત્તિઓ : સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ સમુદાયના લોકોમાં આંગણવાડી કેન્દ્ર ખાતે આપવામાં આવતા ગરમ ભોજન તેમજ સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવી.*
આ કાર્યક્રમનો એકંદર ધ્યેય તમામ આદિજાતી જિલ્લાઓના તમામ આદિજાતી ઘટકોમાં આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓમાં પોષણ સ્થિતિ , પાંડુરોગ , જન્મ સમયે ઓછા વજનવાળા બાળકોનાં દરમાં ઘટાડો અને પ્રસૂતિના પરિણામોમાં સુધારો લાવવાનો છે . યોજનાની મુખ્ય પ્રવૃત્તિઓ : સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ સમુદાયના લોકોમાં આંગણવાડી કેન્દ્ર ખાતે આપવામાં આવતા ગરમ ભોજન તેમજ સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવી . માતાઓને આર્યન અને કેલ્શિયમની ગોળી આપવી અને તેના ફાયદા વિશે જાગૃત કરવા સંસ્થાગત પ્રસુતિ અને બાળકને જન્મનાં એક કલાકમાં ધાવણ આપવા માટે પ્રોત્સાહન આપવું . માતાઓ અને બાળકોનું સંપુર્ણ રસીકરણ કરાવવું અને તે માટે પ્રોત્સાહિત કરવા. સગર્ભાવસ્થા દરમ્યાન રાખવાની તમામ કાળજી અને માવજત તથા ધાત્રીમાતાને ‘ પ્રથમ છ માસ સુધી બાળકને ફ્ક્ત સ્તનપાન ‘ નું મહત્વ સમજાવવું કાર્યક્રમના સમયગાળામાં ગર્ભાવસ્થા દરમિયાન થયેલ વજન વધારાની આકારણી કરવી . . ગર્ભાવસ્થાનો સમયગાળો , પ્રસૂતિના પરિણામો અને બાળકના વજનની આકારણી કરવી . સગર્ભા માતા , ધાત્રી માતાઓ અને નવજાત શિશુના દર મહિનાના પોષણ સ્તર પર કાર્યક્રમથી થયેલ અસરોની આકારણી કરવી . કાર્યક્રમના ઉપરોક્ત ધ્યેય અને પ્રવૃત્તિઓ કરવા માટે નીચે મુજબની કાર્યક્રમ અમલીકરણની કાર્યસૂચી અને તેના અમલકર્તાની ભૂમિકા દર્શાવેલ છે . સગર્ભા અને ધાત્રીમાતાને ગરમ આહાર પુરો પાડવાનું સ્થળ : આંગણવાડી કેન્દ્ર લાભાર્થી : આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલ સગર્ભા અને ધાત્રીમાતા ( ૬ માસ સુધીનાં બાળકોની માતા )  Options B . પાતાઓન . સમયગાળો : દરરોજ આંગણવાડી પર ( મહિનાના કામકાજના દિવસો ) • સંપરામર્શ : આંગણવાડી કક્ષાએ આંગણવાડી કાર્યકર / આશા વર્કર દ્વારા દરરોજ તેમજ મમતા દિવસે ફિમેલ હેલ્થ વર્કર દ્વારા સંપરામર્શ કરવામાં આવશે . યોજનનો અમલ : ૧૮ જૂન ૨૦૨૨ ના રોજ યોજના લોન્ચ થયેથી શરુ કરવામાં આવી છે અમલીકરણ : આંગણવાડી કાર્યકર આંગણવાડી તેડાગર , ફિમેલ હેલ્થ વર્કર , આશા વર્કર એક સંપૂર્ણ ભોજન : આંગણવાડી પર રોટલી , શાક – લીલા શાકભાજી / કંદ મૂળ , દાળ અને ભાત આપવામાં આવશે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20220727-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *