અમદાવાદ
અમદાવાદના દાણીલીમડાની રેશ્મા (નામ બદલ્યું છે)ના લગ્ન ૧૨ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ સમાજના યુવક સાથે થયા હતા. લગ્નના ત્રણ મહિના બાદ તે પ્રેગ્નેટ થઈ અને કુદરતી કારણોથી મિસ કેરેજ થઈ ગયું. એવામાં પતિ અને સાસરીયાએ સહાનુભૂતિ આપવાની જગ્યાએ પતિએ કહ્યું, હોસ્પિટલના ખર્ચાના રૂપિયા તારા પિતા પાસેથી લઈ આવ. રેશ્માએ આ માટે ના પાડતા તેની દાઝ રાખીને સાસુ અને જેઠાણી તેની સાથે મારઝૂડ કરતા હતા. સમય જતા રેશ્મા ફરીવાર પ્રેગ્નેટ થઈ અને બીજી વખત પણ તેનું મિસ કેરેજ થઈ ગયું. જેના પર જેઠાણી અને જેઠ તેને, ‘તું મા બનવાને લાયક નથી તું મનહુસ છે’ કહીને મેણા-ટોણા મારતા હતા અને હોસ્પિટલના ખર્ચા માટે કરિયારમાં લાવેલ સામાન વેચવા લાગ્યા. આ બાદ રેશ્મા ફરી પ્રેગ્નેટ થઈ, તેણે પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા સાસરિયા માન્યા નહીં, આખરે એલ.જી હોસ્પિટલમાં તેને લઈ જવાઈ જ્યાં તેણે એક બાળકીને જન્મ આપ્યો અને તેનું પણ થોડા સમયમાં મોત થઈ ગયું. જે બાદ ફરી રેશ્માને જેઠે હોસ્પિટલનું બિલ ભરવા માટે પિયરમાંથી પૈસા લઈ આવવા કહ્યું. તેણે ના પાડતા પતિએ ઝઘડો કરીને બોલાચાલી કરી. આખરે કંટાળીને તે પિયરમાં રહેવા જતી રહી. જાેકે રેશ્માના માતા-પિતાએ તેને સમજાવીને ફરી પિયર મોકલી, પરંતુ થોડા સમય બાદ પતિએ તેને પિયરમાંથી રૂ.૩ લાખ રૂપિયા લઈ આવવા કહી દીધું. રેશ્માએ પરિવાર ગરીબ હોઈ પૈસા માગવાની ના પાડતા પતિએ તેની સાથે મારઝૂડ કરીને ઘરમાંથી કાઢી મૂકી. સમય જતા પણ સાસરીયા તેને તેડવા ન આવતા આખરે તેણે પોતાના પતિ, જેઠ-જેઠાણી તથા સાસુ-સસરા વિરુદ્ધ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.અમદાવાદમાં પરિણીતા સાથે દહેજની માગણી કરીને તેને સાસરિયા દ્વારા માર મારવાની ઘટના સામે આવી છે. પરિણીતા ત્રણ વખત પ્રેગ્નેટ થઈ અને ત્રણેય વખત સંતાન ગુમાવવા છતાં દુઃખના સમયમાં સાથ આપવાની જગ્યાએ પતિ અને સાસરિયા તેને હોસ્પિટલનું બિલ ચૂકવવા પિયરથી પૈસા લાવવા દબાણ કરતા હતા. આ સમગ્ર મામલે પરિણીતાએ હવે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


