પાલનપુર
બનાસકાંઠા એલસીબી પોલીસ થરાદ વિસ્તારમાં પેટ્રોલીંગ પર હતી. આ દરમિયાન બાતમીના આધારે એક દારૂ ભરેલી ટ્રક થરાદ માંગરોળ ગામની સીમમાં જઈ રહી હતી તેને પોલીસે ઝડપી પાડી હતી. એલસીબી પોલીસે ટ્રક માંથી દારૂ અને બિયરની ૩૩૦૦ બોટલો કે જેની કિંમત ૯ લાખ ૬૧ હજાર ૧૪૦ રૂપિયા છે તેને ઝડપી કુલ ૧૯ લાખ ૬૬ હજાર ૧૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગાડી ચાલક ૧ રુગનાથરામ ચુતરારામ જાતે.જાટ રહે.કાઉ કા ખેડા, કવાસ તા.જિ.બાડમેર રાજસ્થાનને પકડી લીધો હતો. તેમજ માલભરાવનાર નારાયણ જાટ રહે.બાડમેર ગાધીનગર તા.જિ.બાડમેર રાજસ્થાન વાળાઓના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી છે.બનાસકાંઠા એલસીબી પોલીસે થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બિયર અને દારૂ ભરેલી ટ્રકને ઝડપી પાડી છે. પોલીસે ૧૯ લાખ ૬૬ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ એક વ્યક્તિની અટકાયત કરી હતી. તેમજ બે વ્યક્તિ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


