દાહોદ
દાહોદ શહેરમાં એક બનાવને પગલે શહેર સહિત જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી. ચોવીસે કલાક વાહન ચાલકો, રાહદારીઓથી ધમધમતો અને શહેરની વચ્ચે આવેલી નગર પાલિકાની સામેના માર્ગ ઉપર એક મુસાફર ભરેલી ખાનગી બસ પસાર થઈ રહી હતી. તે સમયે રસ્તાની બાજુમાં આવેલ એક વીજપોલ જાેતજાેતામાં ધરાશાઈ થતાં પેસેન્જર ભરેલી ખાનગી બસ ઉપર આ વીજ પડતાની સાથે બસના ઉપરના ભાગને નુકસાન થયુ હતુ. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં અને બસમાં સવાર ૩૫ જેટલા મુસાફરોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યાં હતા. સદ્?નસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ કે ઈજા ન થતાં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ વીજપોલ ધરાશાઈ થતાં વીજપુરવઠો ખોરવાયો હતો. ઘટનાની જાણ સ્થાનિક પોલીસ સહિત એમ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓને થતાં તમામ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. આ ખાનગી બસ દાહોદથી ઈન્દોર જતી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોના જણાવ્યાં અનુસાર, આ વીજપોલ ઘણા સમયથી ઝુકી ગયેલો હતો. વહેલી સવારની આ ઘટનાને પગલે મોટી દુર્ઘટના બનતી અટકી હતી જાે બપોરના સમયગાળા દરમ્યાન આ ઘટના બનતી તો મોટી દુર્ઘટના સર્જાતી કારણ કે, બપોર બાદ આ વિસ્તારમાં અવર જવર વધુ રહેતી હોય છે.દાહોદ શહેરની નગરપાલિકાની સામે રસ્તા પરથી પસાર થઈ રહેલી એક મુસાફરો ભરેલી ખાનગી બસ ઉપર રસ્તાની બાજુમા આવેલ એક વીજ થાભલો તૂટી પડ્યો હતો. સદ્નસીબે બસમાં સવાર ૩૫ જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને તમામ મુસાફરોને હેમખેમ બસની બહાર કાઢવામાં આવ્યાં હતાં.
