દાહોદ
દાહોદ તાલુકાના આગાવાડા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ શાળાના દરવાજાનું તાળુ તોડી પ્રવેશ કર્યો હતો. શાળામાં મૂકી રાખેલા સીપીયુ, લેપટોપ ચાર્જર, એલીડી ટીવી, વાયરો, ઇલેક્ટ્રિક સગડી મળી તસ્કરો કુલ રૂપિયા ૭૨ હજારના સામાનની ચોરી કરી નાસી ગયા હતા. જેથી આ સંબંધે દાહોદ ખાતે રહેતા નરેશકુમાર રમેશભાઈ મકવાણા દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ તાલુકાના આગાવાડા ગામે અજાણ્યા ચોર ઈસમોએ પ્રાથમિક શાળાને નિશાન બનાવી હતી. તસ્કરોએ પ્રાથમિક શાળાનો સરસામાન મળી કુલ રૂપિયા ૭૨ હજારની ચોરી હોવાથી પોલીસમાં ફરીયાદ નોંધાવાઈ છે.
