Gujarat

દાહોદમાં બે ભાઈઓ બાળકોની હત્યામાં નવો ઘટસ્ફોટ થયો

ધાનપુર
દાહોદના કાંટુ ગામના સુરાડુંગરી ફળિયામાં રહેતાં નરવતભાઇ બામણિયા આમલીમેનપુર ગામના પાણીના ટાંકા ઉપર નાઇટમા વોચમેન તરીકે નોકરી કરે છે. ગામના જ નીશાળ ફળિયામાં રહેતો રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ મનુભાઇ મોહનીયા તેમની સાથે વોચમેન તથા ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. દશેક દિવસ અગાઉ સાંજના આશરે સાત આઠ વાગ્યાના સુમારે રાજેશભાઇ નરવતભાઇના ઘરે ગયો હતો. તેણે છોકરી પાસે વીમલ મંગાવતાં તેણે ના પાડી દીધી હતી. ત્યારે તે ખરાબ ગાળો બોલી રહ્યો હોવાથી નરવતભાઇની પત્ની રમીલાબેને તેને ઠપકો આપીને બે-ત્રણ થપ્પડો મારી દીધી હતી. નરવતે આ બાબતની અદાવત રાખી હતી. ૧૦મી તારીખે પૂત્ર દીલીપભાઇ તથા રાહુલભાઇ નજીક રહેતાં કાકા શંકરભાઇ બામણીયાના ઘરે રમવા ગયા હતાં. ત્યારે સાતેક વાગ્યાની આસપાસ લાલ બાઇક લઇને ત્યાં ધસી ગયેલા રાજેશ ટાંકી ઉપર ટીફીન જમાડવાનું કહીને બંને બાળકોનું અપહરણ કરી ગયો હતો. જંગલમાં લઇ જઇ રાહુલને થોડે દુર ઉભો રાખીને તેણે દીલીપને કોતરમાં લઇ જઇ તેના માથે પથ્થર ઝીંકી દીધો હતો. બચીને ભાગેલા દીલીપને પીછો કરી ઝડપી પાડી બે વખત પથ્થર માથે મારીને તેનું ગળુ દાબી હત્યા કરી નાખી હતી. આ વખતે રાહુલને પણ પકડીને તેના કપાળે પથ્થર ઝીંકીને ગળુ દાબી નાખ્યુ હતું. દીલીપને ત્યાં કોતરમાં જ પથ્થરો નીચે દાબી દીધો હતો. જ્યારે રાહુલને બાઇક ઉપર કંજેટા તરફ લઇ જઇ કૂવામાં ફેંકી દીધો હતો. રાજેશની ધરપકડ કરીને પોલીસે તેના ૧૭ તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. રાજેશ છોકરાઓને ટાંકીએ લઇ ગયો હોવાનું જાણ્યા બાદ નરવતભાઇ રાત્રે આઠ વાગ્યે નોકરીએ જતાં ત્યાં કોઇ મળ્યુ ન હતું રાજેશનો ફોન પણ લાગ્યો ન હતો. જેથી તેના પિતા મનુભાઇને ફોન કરતાં તે છોકરાઓને લગ્નમાં લઇ ગયો હશે જણાવાયુ હતું. જેથી નજીકના ગામ સીગાવલી તથા લુખડીયા તથા ભોરવા ગામે લગ્નમા આ તપાસ બાદ પણ પત્તો નહીં મળતાં રાજેશભાઇ રાત્રે ત્રણ વાગ્યે ઘરે આવ્યા હતાં. કાંટુ ગામના ૫૦ વર્ષિય નરવતભાઇને વસ્તારમાં છ બાળકો છે.જેમાં બે બાળકોની હત્યા કરી દેવાઇ હતી. ત્રણ છોકરા અને ત્રણ છોકરી ધરાવતાં નરવતભાઇની સૌથી મોટી દીકરી નીમીષાના લગ્ન થઇ ગયા છે. તેના પછીની મધુબેન છે જે કુવારી છે અને તેના પછીની લલીતાબેન છે તે પણ કુવારી છે. તેના પછીનો ૧૦ વર્ષિય દીલીપભાઇ હતો જે હાલમા ધોરણ- ૪ મા અભ્યાસ કરતો હતો. તેના પછીનો ૭ વર્ષિય પંકેશભાઇ , તેના પછીનો પાંચ વર્ષિય રાહુલભાઇ હતો. આ છ સંતાન પૈકી દીલીપ અને રાહુલની હત્યા કરી દેવાઇ હતી. બાળકોની લગ્નમાં પણ તપાસ કરાઇ હતી બાળકોની તપાસમાં નીકળેલા નરવતભાઇને સાંજના ચાર વાગ્યાના અરસામાં રાજેશ તેની બાઇક સાથે રૈયાવણ ગામે ચોકડી ઉપર મળી ગયો હતો. છોકરાઓ વિશે પુછપરછ કરતાં તેણે ટાંકી ઉપર મુકીને આવી ગયો હોવાનો નફ્ફટાઇથી જવાબ આપીને પીપેરો તરફ બાઇક લઇને જતો રહ્યો હતો. ત્યાર બાદ દીલીપની લાશ મળતાં તપાસ બાદ તેને શોધી કાઢ્યો હતો.દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાંટુ ગામેથી બે સગા ભાઇઓનું અપહરણ કર્યા બાદ બંનેની ઘાતકી હત્યા કરનારની ધરપકડ કરીને પોલીસે તેના ૧૭મી તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. માતાએ ત્રણ થપ્પડો મારી હોવાથી તેનો બદલો લેવા માટે તેના બે બાળકોની ખુબજ ઘાતકી રીતે હત્યા કરી નખાઇ હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો છે. બાળકોનું માઢુ છુંદી નાખવા માટે પથ્થર ઝીંકવા સાથે ગળુ ભીચીને તેમનો જીવ લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *