દાહોદ
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને રોકવા માટે સૌ કોઇ વેક્સિનથી સુરક્ષિત થાય એ ખૂબ જ જરૂરી છે અને રાજ્ય સરકારના કોરોના સામેના વેક્સિનેશન અભિયાનમાં સૌ નાગરિકો સહયોગ આપે એ પણ એટલું જ મહત્વનું છે. કોરોના સામે સૌથી વધુ સંવેદનશીલ એવા આરોગ્યકર્મીઓ તેમજ વડીલો પ્રિકોશન ડોઝ લઇને પોતાને કોરોના સામે વધુ સુરક્ષિત બનાવે તે પણ અત્યારનાં સમયની માંગ છે.કોરોના સંક્રમણને રોકવા વેક્સિન એ સૌથી અસરકારક ઉપાય રહ્યો છે. દાહોદ જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષ સુધીના તરૂણોને કોરોના રસીકરણનું અભિયાન સઘન રીતે ચાલી રહ્યું છે. તેમજ કોરોનાની લડાઇમાં હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર તથા ૬૦ કે તેથી વધુ વયના વડીલોને જેમણે પ્રથમ અને બીજાે ડોઝ લઇ લીધો છે તેમને પ્રીકોશન ડોઝ પણ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ૧૫ થી ૧૮વર્ષના ૭૧ હજાર ૫૮૯ તરૂણોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે આ માટેનો લક્ષ્યાંક ૧ લાખ ૭૪ હજાર ૯૩૦ છે. એટલે કે ૪૦.૯૨ ટકા તરૂણોએ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે જિલ્લામાં હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર તથા ૬૦ કે તેથી વધુ વયના વડીલોને જેમણે પ્રથમ અને બીજાે ડોઝ લઇ લીધો છે તેમને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૭૫૦૬ હેલ્થ કેર વર્કર તેમજ ૩૯૦૯ ફ્રન્ટલાઇન વર્કરને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. લક્ષ્યાંકની ટકાવારીની દ્રષ્ટિએ જાેઇએ તો અનુક્રમે હેલ્થ કેર વર્કરોમાં ૪૯.૦૧ ટકાને તેમજ ફ્રન્ટલાઇન વર્કરોમાં ૧૫.૦૧ ટકા લોકોને પ્રિકોશન ડોઝ અપાયો છે. જિલ્લામાં ૬૦ કે તેથી વધુ ઉંમરના ૯૭૩૭ વડીલોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે. જિલ્લાના ૨ લાખ ૨૨ હજાર ૫૫૮ વૃદ્ધોને પ્રિકોશન ડોઝ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે એટલે કે અત્યાર સુધીમાં ૪.૩૮ ટકા વૃદ્ધોને ડોઝ અપાયો છે.
