દાહોદ
દાહોદના પીએસઆઈ સસ્પેન્ડ થયા પછી તણાવમાં આવી ઝેરી દવા ગટગટાવી હોવાનું પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે ત્યારે દાહોદ નજીક આવેલા સાકરદા ગામે હેલીપેડ ઉપર જઇને દાહોદ ઇન્ટેલિજન્સ બ્યુરોના સસ્પેન્ડેડ પીએસઆઇએ ઝેરી દવા ગટગટાવી લેતાં ખળભળાટ મચી ગયો હતો. ઝેરી દવા પીધી હોવાનું જાણવા મળતાં પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસની ગાડીમાં જ ઝાયડસ હોસ્પિટલ લવાતાં પીએસઆઇનો જીવ બચી ગયો હતો. ભૂજ ખાતે ઇન્ટેલિજન્સ બ્યુરોના પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં સુનીલ વૈષ્ણવ સામે કોઇ કારણોસર ત્યાં ગુનો દાખલ કરાતા તેમને સસ્પેન્ડ કરીને હેડક્વાર્ટર દાહોદ રાખી અહીં બદલી કરી દેવાઇ હતી. ાએ મુકવા ગયા હતાં. દિકરીને શાળાએ મુક્યા બાદ તેઓ સીધા શહેરથી ૫ કિમી દૂર આવેલા સાકરદા ગામે બનાવેલા હેલીપેડ ખાતે ગયા હતાં. ત્યાં તેમણે કપાસમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ ગભરામણ થતાં સુનીલભાઇએ પોતાના સ્ટાફના લોકોને ફોન કરીને ઝેરી દવા પીધી હોવાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસની ગાડીઓ હેલીપેડ પહોંચી પોલીસની વાનમાં જ સુનીલભાઇને ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અહીં તાત્કાલિક અસરથી સારવાર કરવામાં આવતાં તેમનો જીવ બચી ગયો હતો. સુનીલભાઇએ આ વીચારી પગલું કયા કારણોસર ભર્યુ તે જાણવા મળ્યુ નથી. પોલીસના નિવેદન બાદ જ આ બાબત સામે આવે તેમ છે.
