Gujarat

દાહોદ હેડ પોસ્ટ ઓફિસમાં ૩ દિવસમાં ૧૬ હજાર તિરંગા નાગરિકોએ ખરીદ્યા

દાહોદ
હર ઘર તિરંગા અભિયાન હેઠળ સુપ્રિન્ટેન્ડેટ ઓફ પોસ્ટ પંચમહાલ વિભાગ ગોધરા દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ“ અંતર્ગત દાહોદ હેડ પોસ્ટ ઓફિસથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પંચમહાલ તથા દાહોદ જિલ્લાના આશરે ૧૦૦ જેટલા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ રેલી દાહોદ હેડ પોસ્ટ ઓફિસથી શરૂ થઈને યાદગાર ચોક, તાલુકા પંચાયત સર્કલ, ચાકલીયા રોડ થઈ ઠક્કર બાપા પ્રાથમિક શાળા સુધી પરિભ્રમણ કર્યું હતુ. શાળામાં બાળકો સાથે “આઝાદી કા અમૃત મહોત્સવ“ની ઉજવણી કરવામાં આવી હતી આ રેલી આદિવાસી સોસાયટીમાં થઈ મુખ્ય રાજમાર્ગ સ્ટેશન રોડ પરથી સ્વામિ વિવેકાનંદ સર્કલથી પસાર થઈ સરસ્વતી સર્કલથી દાહોદ હેડ પોસ્ટ ઓફિસ પરત ફરી હતી. આ રેલી “આઝાદી કા અમૃત મહોત્સવ“ – હર ઘર ત્રિરંગાના નારાથી ગુંજી ઉઠી હતી. આ રેલી દાહોદની જનતાએ નિહાળી હતી. આ રેલીની મહત્તા એટલી હતી કે સામાન્ય નાગરિકોએ રોડ પર “રાષ્ટ્ર ધ્વજ નુ” રૂ. ૨૫ના મૂલ્યે ખરીદી નાગરિકો પણ રેલીમાં ભાગીદાર બન્યા હતા. આ રેલી દાહોદ હેડ પોસ્ટ ઓફિસ ખાતે પૂર્ણ થયા બાદ અહી મુખ્ય આકર્ષણ તરીકે ત્રિરંગાનો એક સેલ્ફિ પોઈન્ટ બનાવ્યો આવ્યો છે. જેમાં દરેક નાગરિકે ખૂબ જ ઉમળકાભેર પોતાની સેલ્ફિ પાડીને ઈંૈંહઙ્ઘૈટ્ઠॅર્જં૪્‌ૈટ્ઠિહખ્તટ્ઠઈંૐટ્ઠય્રિટ્ઠિ્‌ૈટ્ઠિહખ્તટ્ઠ માં ્‌ુીીં કરી હતી. વધુમાં “આઝાદી કા અમૃત મહોત્સવ“ દરમિયાન પોસ્ટ વિભાગ દ્વારા રાષ્ટ્ર ધ્વજ નુરૂ. ૨૫ ના મૂલ્યે વેચાણ થઈ રહ્યું છે. આ વેચાણ પંચમહાલ, દાહોદ તથા મહીસાગર જિલ્લામાં આવેલ તમામ પોસ્ટ ઓફિસો તેમજ બ્રાન્ચ પોસ્ટ ઓફિસોમાં ચાલુ છે. રાષ્ટ્ર ધ્વજ નુ વેચાણ રવિવાર તેમજ જાહેર રજાના દિવસે પણ તમામ પોસ્ટ ઓફિસમાં ચાલુ રહેશે .ત્યારે દાહોદ ની હેડ પોસ્ટ ઓફિસમાંથી જ ત્રણ દિવસમા જ ૧૬૦૦૦ રાષ્ટ્ર ધ્વજ નાગરિકોએ હોંશે હોંશે ખરીદ કર્યા છે.દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે તા.૧૩ ઓગસ્ટ થી તા.૧૫ ઓગસ્ટ,૨૦૨૨ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે દાહોદ હેડ પોસ્ટ ઓફિસ ખાતે ત્રણ દિવસમાં જ અંદાજીત ૧૬,૦૦૦ જેટલા ત્રિરંગાનું વેચાણ કરવામાં આવ્યું છે.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *