Gujarat

દિપાવલી પર્વ સંપન્ન : ઓલપાડ તાલુકા સહિત જિલ્લાભરની શાળાઓ પુનઃ ધમધમતી થઈ

(છેલ્લાં 21 દિવસથી સુમસામ ભાસી રહેલી શાળા બાળકોની હાજરી તેમજ તેમનાં કોલાહલથી ગુંજી ઉઠી છે : ગિરીશ પટેલ, ભગવા પ્રા. શાળા)
               રાજયભરની શૈક્ષણિક સંસ્થાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન બુધવારે પૂર્ણ થતાં ગુરુવારથી શાળાઓમાં બીજા સત્રનો પ્રારંભ થયો. આ સાથે ઓલપાડ તાલુકા સહિત જિલ્લાભરની શાળાઓ ધમધમતી થઈ છે. નવા સત્રનાં પ્રારંભે તાલુકાની શાળાઓમાં બાળકોનું પુષ્પગુચ્છ તેમજ ચોકલેટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાઓમાં પ્રાર્થનાસભા દરમિયાન મોરબી ખાતેનાં ઝુલતા પુલની ગોઝારી હોનારતનાં મૃતકોનાં માનમાં બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું.
               21 દિવસનું વેકેશન પૂર્ણ થતાં શાળા સંકુલોમાં બાળકોનો કિલ્લોલ સાંભળવા મળી રહ્યો છે. દિવાળીની મોજ માણ્યા બાદ વિદ્યાર્થીઓ શાળામાં પહોંચતાં પુનઃ તેઓ રાબેતા મુજબનાં શિક્ષણ કાર્યમાં જોતરાઈ જશે. ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર તથા બી.આર.સી. કો-ઓર્ડીનેટર બ્રિજેશ પટેલે સમસ્ત તાલુકાનાં બાળકો તેમજ શિક્ષકોને નવા શૈક્ષણિક સત્રની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
3 Attachments • Scanned by Gmail

IMG-20221110-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *