મોરબી
મોરબીમાં તસ્કરો સક્રિય થયા હોય તેમ દિન-પ્રતિદિન ઘરફોડ ચોરી અને બાઈક ચોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હવે દુકાનના તાળા પણ તૂટવા લાગ્યા છે. જ્યાં તાજેતરમાં ભક્તિ નગર સર્કલ પાસે આવેલ દુકાનમાં સોપારી, સિગરેટ સાબુ સહિત રૂ.૧.૫૪ લાખના મતાની ચોરી થયાની ઘટના સામે આવી છે. આ મામલે સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે. ભક્તિ નગર સર્કલ પાસે બજરંગ સેલ્સ એજન્સી નામે તેમની દુકાન આવેલ છે. સવારે તેમના ભાઈ દુકાન ખોલવા ગયા ત્યારે દુકાનના તાળા તૂટેલા હતા જેથી તેમણે અમીતભાઇને જાણ કરી હતી. આ મામલે અમીતભાઇએ દુકાનમાં તપાસ કરતા દુકાનમા રહેલ બીડી, ગુટખા, સાંઇઠ કિલો સોપારી, શેમ્પુ, સાબુ, બીડી, તમાકુ તથા સીગારેટ સહિત કુલ રૂ૧,૫૪,૫૦૦/-ના મુદામાલની ચોરી થયાનું સામે આવ્યું હતું. આ ફરિયાદીના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ચારથી વધુ તસ્કરો હોય અને ગાડીમાં પાન, બીડી અને સિગારેટ સહિતનો મુદામાલ લઇ ગયા હોય પરંતુ વેફર સહિતની વસ્તુઓ સાથે હતી, પણ પાનની દુકાન શરુ કરવાની ફિરાકમાં તસ્કરો હોય તેમ પાન બીડી અને સિગારેટ તમાકુનો મુદામાલ ચોરી કરી લઇ ગયા છે. તો તસ્કરો રાત્રીના ૩થી સવારના ૫ કલાક દરમિયાન મુદ્દામલ ચોરી કર્યો હતો.

