(બિપીન પાંધી દ્વારા)
આમ તો આપણો દેશ સતત પ્રગતિ કરી રહ્યો છે. હજુ થોડા દિવસ પહેલાં જ સાવરકુંડલા શહેરમાં બાળમજૂરી સંદર્ભે અધિકારીઓએ તપાસ કરી હતી.. એકાદ બાળમજૂર ઓચિંતા ઝડપાયેલા જોવા મળેલ. પરંતુ ભારત દેશની એક બીજી તસવીરમાં આ પેટ ભરવા માટે થતી જહેમત છે. નાનકડી કરિશ્મા નામની બાળકી જૂઓ અંગકસરતના કેવા કરતબ કરે છે. પૂછતાં જવાબ મળ્યો કે મહારાષ્ટ્રના આ કુટુંબ રોજી રોટીની તલાશમાં છે. અંગકસરતના હૈરતભર્યા પ્રયોગો કરતી આ કરિશ્મા ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી હતી. પૂછ્યું તો કહે સ્કૂલ બંધ થઈ ગઈ.. કદાચ આ જવાબ જ દેશનાં એક બીજાં પહેલુંનો ચિતાર આપતું હોય તેવું તો અવશ્ય જણાય. હા, સાવરકુંડલા શહેરમાં લોકો વધુ ધાર્મિક હોય.. આવી રીતે કોઈ ભૂખ્યું દુખ્યું ન રહે તે માટે સતત ચિંતિત હોય છે. સાવરકુંડલા શહેરમાં માનવમંદિર, કબીર ટેકરી આશ્રમ, રામરોટી આશ્રમ, જેવાં ગરીબો અને વંચિતોની વેદનાને સમજતા સેવાધામો તો છે. અહીં સાવરકુંડલામાં આરોગ્ય ક્ષેત્રે પણ નિશુલ્ક સારવાર આપતું લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર પણ છે. એ સિવાય અહીં સાવરકુંડલાનાં લોકો આવી પરિસ્થિતિમાં જો કોઈ ભૂખ્યા દુખ્યાને જોવે તો હમેશાં યથાશક્તિ આર્થિક મદદ પણ કરે છે. જેની બોલતી તસવીર આ કેમેરામાં કેદ થઈ છે. ખેરાજભાઈ એક સદ્ગૃહસ્થ કોઈ પણ પ્રસિધ્ધિની અપેક્ષા રાખ્યા વગર આવું સેવાનું કાર્ય પણ કરે છે. એની ચાડી આ તસવીર તો અવશ્ય ખાય છે.એક વાત ચોક્કસ છે ભલે આપણે શાઈનીંગ ઈન્ડિયાનાં નારા તો લગાવીએ છીએ પરંતુ હજુ પણ દેશમાં ગરીબી દૂર કરવા માટે ઘણાં ભગીરથ પ્રયાસો કરવા પડશે.!!

