Gujarat

દુષ્કર્મ બનાવનું દુઃખ એકલા પરિવારનું નથી સમગ્ર સમાજનું છે ઃ ઈન્દ્રભારતી બાપુ

ડોળાસા
દેશ સહિત ગુજરાતમાં ક્યાંકને ક્યાંક રોજબરોજ મહિલાઓ, યુવતીઓની છેડતી, દુષ્કર્મની ઘટનાઓ સામે આવે છે. ત્યારે ડોળાસા નજીક ના જંત્રાખડી ગામે ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કર્યા નો બનાવ બન્યો હતો.જેમના ઘેરા પડઘા પડ્યાં છે.અને પોલીસે આરોપી શામજી સોલંકીની ધરપકડ પણ કરી લીધી હતી.આરોપીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી રહી છે .આ ઉપરાંત અનેક આગેવાનો ,સાધુ-સંતો,સાધુ સમાજ ના અગ્રણીઓ આ પરિવાર ને મળી સાંત્વના બાળકીને શ્રદ્ધાંજલી આપી હતી. અને શનિવારે મંત્રી અરવિંદભાઈ રૈયાણી, મહંત ઇન્દ્રભરતી બાપુ,સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ પણ પરિવારની મુલાકાત લીધી હતી.તેમજ કોડીનાર તાલુકા ભાજપ પ્રમુખ ભગુભાઈ પરમાર,કોડીનાર યાર્ડ ના પ્રમુખ સુભાષભાઈ ડોડીયા,દુધરેજ વાળા કનીરામ બાપુ, મહાદેવ ગીરી બાપુ ઉપસ્થિત રહી આ પરિવાર ને સાંત્વના આપી હતી. આ કેસમાં પોલીસ દ્રારા પણ સારી કામગીરી કરાઈ રહી છે.અને આરોપીને કડક સજા કરવાની પણ ખાતરી આપી હતી ઇન્દ્રભારતી બાપુ એ પણ જણાવ્યું હતું કે આ દુઃખ આ એકલા પરિવાર નું નથી સમગ્ર સમાજ નું દુઃખ છે.સમગ્ર માનવ જાત ને પીડા આપતી આ ઘટના ના આરોપી ને ફાસીને માચડે પહોંચાડીને રહીશું.

Indrabharati-Bapu.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *