Gujarat

દેથળી ચાર રસ્તા પાસે ટ્રકે સાયકલને અડફેટે લેતા સાયકલ સવારનું મોત

પાટણ
ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે રહેતો અને સિક્યોરીટીની ફરજ બજાવતો યુવક પોતાના નિત્યક્રમ મુજબ સાયકલ પર સવાર થઇ નોકરી પર જઇ રહ્યો હતો. આ દરમિયાન સિદ્ધપુર દેથળી ચાર રસ્તા પાસે આવેલા પેટ્રોલપંપ પાસે ટ્રકચાલકે સાયકલ સવાર યુવકને હડફેટે લેતા અકસ્માત થયો હતો. આ ઘટનામાં સાયકલ સવાર ટ્રકના આગળના ભાગે આવી જતાં સાયકલનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તેમજ સાયકલ સવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના અંગેની જાણ મૃતકના પરીવારજનોને કરવામાં આવી હતી. આ દરમિયાન મૃતક યુવકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિદ્ધપુરની સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો આ અકસ્માતની ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પાટણ જિલ્લાને જાેડતા હાઈવે માર્ગો પર દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સિદ્ધપુર દેથળી ચાર રસ્તા પાસે ટ્રકે સાઈકલ સવાર યુવકને ટક્કર મારતા સાયકલ સવારનું મોત થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *