Gujarat

દેલવાડા કુમાર શાળાનો વિદ્યાર્થી ગાયન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ..

ઊના – ગઈ કાલે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વેરાવળ ખાતે “હર ઘર તિરંગા” કાર્યક્રમ અન્વયે જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ગાયન સ્પર્ધામાં ઉનાના દેલવાડા કુમાર પે સેન્ટર શાળાના ધો. 8 ના વિદ્યાર્થી શાહમદાર મ.સાહિલ હનીફશાહ એ પ્રથમ નંબર મેળવેલ છે. અને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે. આ વિદ્યાર્થીએ શાળા, તાલુકા, અને મુસ્લિમ સમાજનું ગૌરવ વધારેલ છે. સ્પર્ધાના સ્થળે ગીર સોમનાથના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.વાજા, ડાયેટના પ્રાધ્યાપકો તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ તકે શાળાના આચાર્ય, સ્ટાફગણ તથા એસ એમ સી ના સભ્યોએ મ.સાહિલને અભિનંદન પાઠવ્યા હતા.

 

દેલવાડા-કુમાર-શાળાનો-વિદ્યાર્થી-ગાયન-સ્પર્ધામાં-જિલ્લા-કક્ષાએ-પ્રથમ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *