ઊનાના દેલવાડા નજીક રત્નેશ્વર દાદાના સાનિધ્યમાં કોળી સેનાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉના અને ગીરગઢડા તાલુકા ઉના શહેર તેમાં તમામ કોળી સેનાના કાર્યકર્તા ભાઇ -બહેનો બહોળી સંખ્યામાં હાજરી આપેલ હતી. તેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્યના કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી, ગીર સોમનાથ જુનાગઢ જિલ્લાના પ્રમુખ દીપાબેન બાંભણિયા, ગીર સોમનાથ જિલ્લાના મહામંત્રી બાબુભાઈ સોલંકી, ગીર સોમનાથ જિલ્લાના ઉપપ્રમુખ મનોજભાઈ બાંભણિયા, ઉના તાલુકાના પ્રમુખ પ્રવીણભાઈ મેવાડા, મહામંત્રી જીતુભાઈ ભાવેશભાઈ સોલંકી પ્રમુખ ઉના શહેર મહામંત્રી વિજયભાઈ બાંભણિયા ગીરગઢડા તાલુકાના પ્રમુખ રાહુલભાઈ પરમાર મહામંત્રી વિપુલભાઈ સહિતના લોકો સ્નેહ મિલનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં….


