Gujarat

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામ ના લોકો ભગવાન ભરોસે જીવી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી ડોક્ટર જ નથી જો કોઈ ઈમરજન્સી કેસ આવે તો ખાનગી ડોક્ટર નો સહારો લેવો પડે છે

ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી ડોક્ટર ની ભરતી કરવામાં આવી નથી જેને કારણે અનેક દવાખાનાઓ શોભા ગઠીયા સમાન થઇ રહ્યા છે શહેરીજનો તો હજુય આરોગ્ય લક્ષી સેવા મળી રહે છે જ્યારે અંતરીયાળ ગામડાઓ ની આરોગ્ય લક્ષી સુવિધા ઉપલબ્ધ કરવામાં સરકાર સાવ નિષ્ફળ ગઈ હોય તેવી પરીસ્થિતિ નું નિર્માણ ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે સ્થાનિક આગેવાનો ની કાયરતા કહો કે અણ આવડત આખરે ભોગવવાનું તો ગામ લોકો ને જ રહે છે નેતાઓ ખેસ પહેરવા અને પહેરાવવામાં ઊચા આવતાં નથી જેને કારણે જ ગ્રામીણ વિસ્તારોમાં વસતા લોકોનો આરોગ્ય લક્ષી મુળભુત અધિકાર છીનવાઈ રહ્યો છે
   આવોજ કિસ્સો સામે આવ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે જોવા મળી રહ્યો છે મોટા આસોટા ગામે આસરે છ હજાર વસ્તી ધરાવતું આ ગામ છે આ ગામમાં ખેડૂતો મજુરો રહે છે સરકાર શ્રી લાખો ના ખર્ચે આરોગ્ય કેન્દ્ર નું બિલ્ડિંગ બનાવવા આવ્યું છે આ ઓપીડી, લેબોરેટરી મેડિકલ , એમ્બ્યુલન્સ , પી. એમ રૂમ, દર્દીઓ માટે બેડ તમામ પ્રકારની સુવિધાઓ સજ્જ આ હોસ્પિટલમાં આવેલી છે પરંતુ ત્યાં કેટલાક સમયથી ડોક્ટરના દર્શન દુર્લભ થઇ ગયા છે આ હોસ્પિટલમાં કોણ ડોક્ટર સાહેબ સેવા બજાવી રહ્યા છે ઈ પણ એક તપાસ નો વિષય બન્યો છે. આ હોસ્પિટલ ની આ હાલત જોઇને અમારા પ્રતિનિધિ વજસીભાઈ વરવારીયા ઉપલાં અધિકાર જોડે ટેલિફોન ચર્ચા કરી હતી દવાખાને ડોક્ટર હાજરી નો સમય પુછતા તો અધિકાર શ્રી નો પિત્તો છટકી ગયો હોય તેવી ભાષામા કલેકટર સુધી ફરીયાદ કરવા ની ની લુખ્ખી ધમકી આપી દીધી હતી જેનુ રેકોર્ડિંગ અમારા પ્રતિનિધિ પાસે છે તો આવા લુખ્ખા અધિકારને તે ખબર નહી હોય કે જે આમ જનતા રાત દિવસ કાળી મજુરી કરી ને જે પૈસા ટેક્સ રૂપે ચુકવે છે ત્યારે જ તમારા ઘરમાં તપેલા ચુ્લ્લે ચડે છે અને એવા અધિકારીઓ જનતા ને સરખો જવાબ પણ આપવા મા તકલીફ પડતી હોય તેમ
   હાલ તો મોટા આસોટા ગામ રામ ભરોસે છે જેને લઈને સ્થાનિક ડોક્ટર ને ધી કેળાં જેવો માહોલ સર્જાયો છે. સાથે સાથે આ વિસ્તારોમાં લોકો ના આરોગ્ય સાથે ચેડાં કરતાં ઉટવેદ નો રાફડો ફાટ્યો છે આવા મુન્ના ભાઈ એમબીબીએસ ને કારણે પ્રજા ના ખીસ્સા હળવા થઈ રહ્યાં છે મોટા આસોટા ગામ ની હોસ્પિટલમાં આજુબાજુ ના ગામો જેવા કે વિરપુર મેવાસા નાના આસોટા ગામ ના લોકો આ હોસ્પિટલ ની સુવિધા નો લાભ લઈ રહ્યા હતા પરંતુ હાલતો આ હોસ્પિટલમાં ડોક્ટર ના અભાવે જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ ધોળે દિવસ અંધકાર છવાયો છે ગ્રામ્ય લોકો ના બધા પાસે ફોર વ્હીલર હોતી નથી એટલે ફરજિયાત પ્રાઈવેટ વાહન ચાલકો ને આજીજી કરીને 32 કિલોમીટર દુર સામાન્ય બિમારી મા જામખંભાડીયા આરોગ્ય વિભાગ ના પાપે ધક્કા ખાવા પડે છે.
 અહેવાલ : વજસી વરવારીયા મોટા આસોટા

Screenshot_2022-03-29-17-19-57-689_com.miui_.gallery.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *