ખંભાળિયા: ગુજરાત સરકારતથાનયારાએનેર્જીનાસંકલનથીદેવભૂમિ દ્વારકામાં ચાલતા પ્રોજેકટ તુષ્ટિ(અમલીકરણ સંસ્થા જે.એસ.આઈ. આર. એન્ડ ટી. ઈન્ડિયાફાઉન્ડેશન,દિલ્હી) દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાનેકુપોષણમુક્ત કરવાના હેતુ સાથે આઈ. સી. ડી. એસ શાખા તથા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમેખંભાળીયા તાલુકાના વિવિધ ગામોમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં અધિકારીઓ અને ફિલ્ડ ટીમ દ્વારા સંપરામર્શ, રમતો, ગ્રુપ મિટિંગ, ગૃહ મુલાકાત ના માધ્યમથીસ્તનપાનનું મહત્વ, ફાયદા અને સાચી પદ્ધતિ, પોષણ અને આરોગ્ય વિષેની કાળજી, પહેલાં 1000 દિવસનું મહત્વ જેવા વિષયો પર જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો. આ ઉપરાંત પ્રોજેક્ટ તુષ્ટિ અને હેલ્પેજઈન્ડિયા સાથે મળીને કજુરડા મુકામે આસપાસના 5 ગામના 50 સગર્ભા બહેનો તેમજ ધાત્રી માતા સાથે ઉજવણી કરી હતી જેમાં સ્ત્રી રોગ નિષ્ણાંત અને બાળ રોગ નિષ્ણાંત દ્વારા લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી તેમજ વિવિધ હરિફાઇઓ અને રમતો દ્વારા આરોગ્ય પોષણ શિક્ષણ આપવામાં આવ્યું હતું. હરીફાઈમાં જીતેલાલાભાર્થીઓને ઈનામ તથા બધા લાભાર્થીઓને પોષણ કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે પ્રોજેક્ટ તુષ્ટિ દ્વારા સ્તનપાન સપ્તાહનીઉજવણીના ભાગરૂપે ડિજિટલમાધ્યમથી વધુમાં વધુ લોકો સુધી સ્તનપાનની સાચી સમજ પહોંચી શકે તે હેતુ થી અલગ અલગ 7 લશર બનાવેલ અને વ્હોટ્સએપ દ્વારા લાભાર્થીનેમોકલેલ.

