Gujarat

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે દેશના  વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમ થકી ”પરીક્ષા પે ચર્ચા” વિષય ઉપર વિદ્યાર્થીઓ,શિક્ષકો અને વાલીઓ  સાથે વાર્તાલાપ કરી દેશના કરોડો વિદ્યાર્થીઓ અને વાલીઓની પરીક્ષાની મૂંઝવણનું સમાધાન કર્યું ,જેનું જીવંત પ્રસારણ છોટાઉદેપુર જિલ્લાની તમામ શાળાઓમાં વર્ચ્યુઅલ માધ્યમથી દર્શાવવામાં આવ્યું.

વૈશ્વિક મહામારી કોરોના કાળના બે વર્ષ પછી સમગ્ર દેશના વિદ્યાર્થીઓ ઓફ લાઈન પરીક્ષા આપવા જઈ રહયા છે, ત્યારે વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પરીક્ષાને લઈ ચિંતાની સાથે અનેક સવાલો અને મૂંઝવણો અનુભવી રહ્યા હતા,ત્યારે  આવતીકાલના દેશના ભવિષ્ય એવા આજના વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર થાય અને આત્મવિશ્વાસ વધે તે માટે ખુદ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે દેશ આખાના વિદ્યાર્થીઓ સાથે  ”પરીક્ષા પે ચર્ચા ” વિષય ઉપર વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો  સાથે સંવાદ કરી કર્યો હતો, પ્રધાનમંત્રીના આ પ્રેરણાસ્ત્રોત કાર્યક્રમનું  રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાની તમામ શાળાઓમાં જીવંત પ્રસારણ વિદ્યાર્થીઓની સાથે વાલીઓ અને શિક્ષકોએ નિહાળ્યો હતો, છોટાઉદેપુર નગરની એસ એફ હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમને નિહાળવા વિદ્યાર્થીઓ સાથે વાલીઓ ,શિક્ષકો અને ખુદ જિલ્લા શિક્ષણધિકારી પણ ઉપસ્થિત રહયા હતા,કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ પરીક્ષા ને લઈ વિદ્યાર્થીઓને મૂંઝવતા કરેલા સવાલોનું ખુબજ સહજ ભાવે સરળ ઉપાય બતાવ્યા હતા જેને લઈ  વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220401-153245_1-1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *