દાહોદ
ઝાલોદના મુંડાહેડા ગામે ચાકલીયાથી લીમડી જતા રોડ પર એક પિકઅપ ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી જઈ રહ્યો હતો. તે સમયે ત્યાંથી મોટરસાયકલ લઇને પસાર થઇ રહેલા ઝાલોદ તાલુકાના થેરકા ગામે અમરા ફળિયામાં રહેતા રાહુલભાઈ કશુભાઈ સંગાડાને અડફેટમાં લેતા રાહુલભાઈ મોટરસાઇકલ પરથી જમીન પર ફંગોળાયા હતા. જેને પગલે તેઓને હાથે-પગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલીક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન રાહુલ ભાઈનું મોત નિપજતા આ સંબંધે મૃતક રાહુલભાઈના પિતા કશુભાઈ સામાભાઈ સંગાડાએ ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાપોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે એક પિકઅપ ગાડીના ચાલકે ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી એક મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું.
