રાજકોટ
રાજકોટ શહેર એસઓજી પોલીસ દ્વારા ગાંજાના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ એસઓજી પોલીસ રાત્રિના પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે મારવાડી મફતિયાપરા ધરમનગર પાછળથી રામચંદ્ર મારવાડી નામના શખ્સની ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની તપાસ લેતા તેની પાસેથી કુલ ૧.૨૦ લાખ કિંમતનો ૧૨ કિલો ગાંજાે મળી આવતા એફએસએલની મદદ લઇ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આરોપી છેલ્લા એક વર્ષથી ગાંજાનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગાંજાે કોની પાસેથી લાવી કેટલી કિંમતમાં કોને વેચતો હતો સહિતના મુદ્દે વધુ તપાસ યુનિવર્સિટી પોલીસે હાથ ધરી છે.


