Gujarat

ધર્મનગરી યાત્રાધામ અંબાજી માં પ્રથમ વખત સાધુ-સંતો દ્વારા કન્યાપૂજન અને બ્રહ્મભોજન નું આયોજન કરવામાં આવ્યું

*મહંત શ્રી વિજયપુરી દ્વારા કાર્યક્રમની શરૂઆત ગૌમાતા પૂજનથી કરવામાં આવી*

જગવિખ્યાત ધર્મનગરી યાત્રાધામ અંબાજી ખાતે માનસરોવર કુંડ ની સામે ભોલાગીરી મહારાજ ની અતિપ્રાચીન ધુની આવેલી છે મહંત છોટુગિરી મહારાજ ધુની ઉપર ગાદીપતિ છે અને મહંત વિજયપુરી મહારાજ દ્વારા કન્યા પૂજન અને બ્રહ્મભોજન તથા ગૌ માતા પૂજનનો કાર્યક્રમ ધુની ખાતે રાખવામાં આવ્યો હતો

@@ *ગૌ માતા પૂજા કાર્યક્રમ* @@

ગૌ માતા પૂજનમા મહંત વિજયપુરી મહારાજ અને મહંત છોટુગિરી મહારાજ દ્વારા ગૌ માતાના જલ દ્વારા ચરણો ધોવામાં આવ્યા અને ચરણોની પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ ગૌમાતા ને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા અબીલ ગુલાલ ચોખા અને વૈદિક મંત્રો થી ગૌ માતાની પૂજા-અર્ચના કરવામાં આવી ત્યારબાદ ગૌમાતાને પ્રસાદ નો ભોગ લગાવવામાં આવ્યો હતો અને ગૌ માતા ની આરતી ઉતારવામાં આવી હતી..

@@ *કન્યા પૂજા કાર્યક્રમ* @@

કન્યા પૂજામા મહંત વિજયપુરી મહારાજ અને સાધુ-સંતો દ્વારા કન્યાઓ ના ચરણોને જલ થી ચરણોને ધોવામાં આવ્યા હતા અને ચરણોની પૂજા વૈદિક મંત્રો દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારબાદ કન્યાઓને ભોજન પ્રસાદ પણ અર્પણ કરવામાં આવ્યો હતા ત્યારબાદ કન્યાઓની સાધુ-સંતો દ્વારા ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી અને કન્યાઓને દાન-દક્ષિણા ફલ શાકભાજી ૧૬ શણગાર મીઠાઈ વગેરે કન્યાઓને અર્પણ કરવામાં આવ્યા હતા અને કન્યાઓ ના સાધુ-સંતો દ્વારા આશીર્વાદ લેવામાં આવ્યો હતા..

@@ *બ્રહ્મભોજન કાર્યક્રમ* @@

બ્રહ્મભોજન કાર્યક્રમમાં મહંત વિજયપુરી મહારાજ અને મહંત છોટુગિરી મહારાજ અને સાધુ-સંતો દ્વારા બ્રાહ્મણોની પુષ્પ દ્વારા પૂજા વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભોજનની શરૂઆત કરવામાં આવી હતી ભોજનની પૂર્ણાહુતિ થયા પછી સાધુ-સંતો દ્વારા બ્રાહ્મણોને દાન-દક્ષિણા અર્પણ કરવામાં આવી હતી..

*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

B612_20220206_182923_369.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *