Gujarat

ધારાસભ્યની સેન્સ લઈને અમે સીએમનો ચહેરો નક્કી કરીશું ઃ શક્તિસિંહ ગોહિલ

રાજકોટ
રાજકોટમાં સર્કીટ હાઉસ ખાતે રાજ્યસભા સાંસદ અને કોંગી નેતા શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના કાર્યકરોને મળ્યા હતા. જ્યાં તેમણે મીડિયાને વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો ખૂબ જ શાણા છે. ગુજરાતમાં માત્ર બે પક્ષ વચ્ચે જ ટક્કર છે. અને તે છે ભાજપ અને કોંગ્રેસ, ગુજરાતીઓ ક્યારેય ત્રીજાે પક્ષ ન સ્વીકારે. પંજાબમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે લોકોની ચિંતા કરવામાં આવતી હતી. હવે પંજાબના લોકો હવે સમજાયું કે અમે ભૂલ કરી છે. પંજાબે આપને નકારી દીધી કારણ કે તેઓ સત્તામાં આવ્યાના મહિનાઓમાં જ ભગવંત માનની બેઠક ગુમાવી હતી. તેઓએ ચાર મહિનામાં પંજાબના લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે, તેથી તમે તેમની પાસેથી ગુજરાતના લોકોને શું આપવાની અપેક્ષા રાખી શકો છો, તેમણે કહ્યું કે ચૂંટણી પર આમ આદમી પાર્ટીની અસર નહીં થાય. રઘુ શર્માની પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોંગ્રેસના ચાર પૂર્વ ધારાસભ્યો, ચાર પ્રદેશના નેતાઓ સહિત અન્ય નેતાઓ ભાજપમાં જાેડાઈ જતાં હાઈકમાન્ડે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હવે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ક્યારે અટકશે એ તો આવનારા સમયમાં જ જાણી શકાશેગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં ત્રી-પાંખિયો જંગ ખેલાવાનો છે. ભાજપ અને આપ પહેલાથી એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે. ત્યારે હવે રહી રહીને કોંગ્રેસે પણ બેઠકનો દૌર શરુ કર્યો છે. હાલમાં ગુજરાત કોંગ્રેસમાં સ્થાનિક મુદ્દાઓ અને વર્તમાન સ્થિતિને લઇ ચિંતન થઈ રહ્યું છે. પણ જાણે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અટકવાનું નામ જ લેતો નથી. હજુ ૨ દિવસ પહેલા ચૂંટણી માટે પાર્ટીની ટાસ્ક ફોર્સની બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાત કોગ્રેસના પ્રદેશ પ્રભારી રધુ શર્માએ એવું નિવેદન આપ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસ સીએમ પદનો ચહેરો જાહેર નહીં કરે, કોંગ્રેસ સીએમના ચહેરા વગર ચૂંટણી લડશે. જયારે રાજકોટ ખાતે આવેલા રાજ્યસભા સાંસદ અને કોંગી નેતા શક્તિસિંહ ગોહિલે મીડિયાને વિરોધાભાસી નિવેદન આપતા જણાવ્યું હતું કે,એમએલએની સેન્સ લઈને અમે સીએમનો ચહેરો નક્કી કરીશું.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *