ધોરાજી
તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે પ્યાસીઓની પ્યાસ ઔર ઉઘડવાની છે અને બુટલેગરો પણ સક્રિય બની જવાના હોઇ, પોલીસે ભીંસ વધારી છે અને શહેર તેમજ પંથકમાં દારૂ વેચનારા, પહોંચાડનારા શખ્સોને ઝડપી પાડી મુદામાલ કબજે લીધો છે. ધોરાજી પોલીસે બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂ સહિત ના રૂ ૫૦ હજારના મુદામાલ સાથે બે શખ્સને ઝડપી લીધા છે. પોલીસે પ્રતાપ રાઠવા અને કનુ ચૌહાણને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાની વધુ તપાસ ધોરાજી પોલીસ ચલાવી રહી છે. જ્યારે બીજી તરફ તાલુકાના ભુતવડ ગામેથી વિદેશી દારૂની ૫૪ બોટલ સહિત રૂ ૩૨ હજારના મુદામાલ સાથે આરોપીઓ છત્રસિંહ ચંદુભા તથા વાલા ચીનાને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ગુનાની વધુ તપાસ ધોરાજી પોલીસ ચલાવી રહી છે.
