Gujarat

ધોરાજીમાં છેલ્લા ચાલીસ વર્ષથી ઊભેલું બસ સ્ટેન્ડ જર્જરીત, છતમાંથી ટપકી રહ્યું છે પાણી

તાલુકા મથકના બસ સ્ટેન્ડની અવદશાથી હાલાકી છતમાં લટકતા પોપડાઃ મુસાફરો ઉપર જોખમ
ગુજરાત સરકાર દ્વારા વિકાસની વાતો કરવામાં આવી રહી છે ત્યારે તેમજ વિવિધ જિલ્લા અને તાલુકા મથકના બસ સ્ટેન્ડ અત્યાધુનિક સુવિધા સાથે એરપોર્ટ સમકક્ષ બની રહ્યા છે. ત્યારે ધોરાજી તાલુકામાં આવેલું   બસસ્ટેન્ડ અતિ જર્જરિત હાલતમાં છે. બસ સ્ટેન્ડનું બિલ્ડિંગ ખખડધજ બની ગયું હોવાથી ગમે ત્યારે દુર્ઘટના સર્જાય તેવી ભીતિ રહેલી છે. ત્યારે સવાલ એ છે કે ધોરાજી બસ સ્ટેન્ડનું ક્યારે નવ નિર્માણ થશે.
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મુખ્ય મથકનું બસ સ્ટેશન જર્જરીત થઇ જતાં છતમાંથી પાણી ટપકી રહ્યુ છે. બસ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાઇ જાય છે.જ્યારે છતમાંથી પોપડા લટકતા મુસાફરો માટે જોખમી બની ગયા છે.સરકારી તંત્ર દ્વારા વહેલી તકે બસસ્ટેશનની મરામત માટે માગ ઉઠી છે.
ધોરાજીમાં 40 વર્ષ પહેલા બનાવેલા બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાઇ જાય છે  મુસાફરો જ્યા બેસતા હોય છે ત્યાં ઉપર છતના સ્લેબમાંથી પોપડાઓ લટકતા જોવા મળે છ.આ પોપડો કોઇક મુસાફરના માથામાં પડે તો મોટી હોનારત થાય તેવુ જણાઇ રહયુ છે
ધોરાજી બસ સ્ટેન્ડની હાલત અતિ જર્જરિત  હોવાથી મુસાફરોની માથે મોતનુ જોખમ મંડરાઈ રહ્યુ છે. છતા જવાબદાર તંત્ર દ્રારા આંખ આડા કાન કરાતા હોવાથી મુસાફરો તેમજ સ્થાનિક લોકોમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠયો છે.
એક સમયે ગુજરાતમાં જેની મોડલ બસ સ્ટેન્ડ તરીકે ગણના થતી તે ધોરાજી નું બસસ્ટેન્ડના આ હાલ હવાલ છે. 40 વર્ષ પહેલાં નિર્માણ પામેલું આ બસ સ્ટેન્ડ હવે જાણે કે પડવાના વાંકે ઉભું હોય તેવી તેની દશા જોવા મળી રહી છે.
આમતો ધોરાજી 30 ગામનો તાલુકા હોઈ  મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, કોર્ટ સહિતની અતિ મહત્વની કચેરીઓ હોઈ જેથી કામ અર્થે  દરરોજના હજારો મુસાફરો એસ.ટી.મા મુસાફરી કરતા હોય છે. પરંતુ ધોરાજી બસ સ્ટેન્ડની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે બસ સટેન્ડની દિવાલોમા તિરાડો તેમજ બકોરા પડી ગયેલા છે. છતમાં સળિયા દેખાઈ રહ્યા છે  છતા તંત્રના પેટનુ પાણી પણ હલતુ નથી. એક તરફ સરકાર એસટી પાછળ કરોડોના બજેટની ફાળવણી કરે છે. પરંતુ ક્યાક અધિકારીઓના આયોજનના અભાવે મુસાફરોને સુવિધાને બદલે દુવિધા ભોગવવાનો વારો આવતો હોઈ છે. સ્લેબમાં પડેલી તિરાડોથી ભયના ઓથા હેઠળ મુસાફરો ઉભા રહે છે.ક્યારેક ઓચિંતી કોઈ મોટી દુર્ઘટના ઘટનાની સંભાવના દેખાઈ રહી છે.વહેલી તકે આ બસ સ્ટેન્ડની મરામત કરાવવામાં આવે તે જરૂરી બન્યુ છે.
આ જર્જરિત બસ સ્ટેન્ડ બાબતે ઇન્ચાર્જ અધિકારી સાથે યુવરાસિંહ બી.જાડેજા સાથે વાત કરતા જણાવ્યું હતું કે 40 વર્ષ જૂનું બસ સ્ટેન્ડ હોય છેલ્લા ઘણા વર્ષોથી તંત્રને લેખિત રજૂઆત કરી ચૂક્યા છીએ.પરતું હજુ સુધી નિરાકરણ આવ્યું નથી
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220717-191504__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *