Gujarat

નગરની કાયાપલટ કરવા ૧૨ જેટલા વિકાસના કામ કરાશે  છોટાઉદેપુરનગરમાં રૂપિયા ૨૧ કરોડના વિકાસના કામો કરાશે 

છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં કુલ ૭ વોર્ડ આવેલ છે. જેમાં જુદા-જુદા વોર્ડમાં પ્રજાની આવશ્યક સગવડો ઊભી કરવા અર્થે વિવિધ વિકાસના અંદાજીત કિંમત ૪૦ના કામોનું રૂ.૨૧,૪૫,૪૯,૧૪૦ના આયોજન કરાયું છે. ઘણા સમયથી જિલ્લાકક્ષાનું નવું મોડેલ ફાયર સ્ટેશન બને તેમ પ્રજાની વર્ષોથી માગ હતી. જેને નવા કામોમાં આવરી લેવાશે. અને પ્રજાની જરૂરિયાતો અંગે પૂરેપૂરી કાળજી લેવાશે તેમ પાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું.
છોટાઉદેપુર એસ એફ હાઈસ્કૂલ કંપાઉન્ડમાં ઓડિટોરિયલ હોમ બનાવવાનું કામ રૂા.પ કરોડ ૨૪ લાખ, રહી છે. પીપલેજ લેન્ડીગ સાઈડ અને કવાંટ નાકા પાસે પડી રહેલા જુના ગેલેસી વેસ્ટર્ન આધુનિક પદ્ધતિથી નિકાલ કરવાનું કામ રૂા.૩ કરોડ ૯૨ લાખ,, જિલ્લા કક્ષાનું નવું મોડેલ ફાયરસ્ટેશન નું રૂા.પ કરોડ ૫૨ લાખ, અમૃત સરોવર યોજના હેઠળ વિકાસ કુસુમ સાગર તળાવનું ડેવલપમેન્ટ કરવાનું કામ, વોર્ડ ૧થી ૭ના જુદા-જુદા RCC રોડ અને પેવર બ્લોક સ્ટ્રોમ વૉટર
ચેનલ અને અન્ડર ગ્રાઉન્ડ વરસાદી પાઇપ ટ્રેન બનાવવાનું કામ રૂા.૨ કરોડ ૯ લાખ, વોર્ડ નં.૪ના જુદા-જુદા RCC રોડ અને પેવર બ્લોકના કામો રૂા.૪૨ લાખ ૨૭ હજાર, લાલ બહાદુર શાસ્ત્રી ગાર્ડન રી ડેવલપમેન્ટ રૂા.૨૭ લાખ, વોર્ડ નં.૭ માં  પાણીની પાઇપલાઇન પેવરબ્લોક અન્ડરગ્રાઉન્ડ ગટર અને RCC બનાવવાનું કામ, ગુરુકૃપા સોસાયટીમાં સ્વામિનારાયણ મંદિર પાસે કોટની દીવાલ બનાવવાનું કામ જેવા કુલ ૧૨ જેટલા વિકાસના કામોનું આયોજન કરાયું છે. નગરમાં વિકાસ કરવો એ આવશ્યક છે. પરંતુ નગરમાં રોડ રસ્તા ઇ મારતો મજબૂત બને જે અંગે તંત્રએ ધ્યાન પણ આપવું પડશે તેમ પ્રજા ઈચ્છી
પાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે. નગરમાં ઘણા સમયથી પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો, મનોરંજન અર્થે ગાર્ડનમાં સુવિધા ઉભી થાય રોડ રસ્તા નવા થાય અને નગરનો વધુ નવા થાય અને તે માટે રૂા.૨૧,૪૫,૪૯,૧૪૦ના નવા કામોનું આયોજન કરાયું છે. તથા એક નવી એમ્બ્યુલન્સ પણ ફાળવાઇ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *