Gujarat

નડિયાદના યુવકને વિદેશ મોકલવાને બહાને ૪.૯૦ લાખની છેતરપિંડી કરવામાં આવી

આણંદ
નડિયાદના ચકલાસી ખાતે રહેતા ચેતનકુમાર બચુભાઈ વાઘેલા મૂળ ડ્રાઈવીંગનો ધંધો કરે છે. તેની ઓળખાણ વિદ્યાનગરના જીગર ઈશ્વર પટેલ સાથે થઈ હતી. જીગર ઈશ્વર પટેલ સીએયુ ટુર્સ એન્ડ વિઝા કન્સ. પ્રા. લિ. નામે ઓફિસ ધરાવે છે અને સ્ટુડન્ટ વિઝા અને વિદેશમાં નોકરી અપાવવાનું કામ કરે છે. ચેતનકુમારે આણંદ જિલ્લા પોલીસને આપેલી લેખિત રજૂઆતમાં આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, તેને વિદેશમાં જઈ નોકરી કરવી હોય તે જીગર પટેલને મળ્યો હતો. વાતચીતમાં તેણે તેને વિશ્વાસમાં લઈ મોરેશિયસ જવા માટે અને તેના સ્ટુડન્ટ વિઝા અપાવવા માટે કહ્યું હતું. દરમિયાન, આ માટે તેણે સાડા ચારથી પાંચ લાખ રૂપિયા ખર્ચો થશે તેમ કહ્યું હતું. એ પછી યુવકે તેના વિદેશમાં જઈને નોકરી કરીને પૈસા કમાઈશ, એવા સ્વપ્ન સાથે ૧૨ ટકા વ્યાજે પૈસા લઈ તબક્કાવાર રૂપિયા ૪.૯૦ એજન્ટને આપ્યા હતા. જાેકે, આ વાતને બે-અઢી વર્ષનો સમય થવા આવ્યો હોવા છતાં આજદિન સુધી એજન્ટ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. વધુમાં તેણે આપેલા પૈસા પણ પાછા માંગતા આપ્યા નહોતા અને ધાક-ધમકી આપી હતી, એમ વાત કરતાં ચેતન વાઘેલાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, જીગર પટેલને આણંદ પોલીસ સાથે ઘરોબો હોય પોલીસ દ્વારા પણ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જીગર પટેલે તેમને બે વર્ષ અગાઉ રૂપિયા ૬૦ હજાર ઉછીના આપ્યા હતા. જાેકે, આણંદ પોલીસ સ્ટેશનમાં તેણે આ રૂપિયા દોઢ લાખ સુધી પહોંચાડી દીધા હતા અને તે એટલા પૈસા મારી પાસે માંગે છે. વધુમાં જ્યારે આ બનાવ બન્યો ત્યારે પણ કેટલાંક પોલીસવાળા પચાસ હજાર-લાખ રૂપિયા લઈને કેસ પતાવવા માટે પણ કહેતાં હતા. જાેકે, હાલમાં યુવક દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે તે બાબતે પોલીસ દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ યુવકે કરી છે.એનઆરઆઈ હબ તરીકે વિશ્વભરમાં જાણીતા બનેલા આણંદ શહેરમાં અનેક યુવાઓની આંખોમાં વિદેશ જવાનું સ્વપ્ન હોય છે. જાેકે, કેટલાંક લેભાગુ તત્વો યુવાઓના સ્વપ્નોને વેરવિખેર કરી દેતાં હોય છે. સ્ટુડન્ટ વિઝા અપાવવાના અને વિદેશમાં નોકરી અપાવવાનું કહીને વિદેશવાંચ્છુ યુવક-યુવતીઓ પાસેથી પૈસા પડાવી લેતા એજન્ટો હાલ સક્રિય થયા છે. અલબત્ત, આવો જ એક કિસ્સો વિદ્યાનગરમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં ચકલાસીના યુવક સાથે વિદ્યાનગરના એજન્ટે રૂપિયા ૪.૯૦ લાખની છેતરપિંડી કરી છે. નોંધનીય બાબત તો એ છે કે, યુવકે પૈસા ૧૨ ટકા વ્યાજે લઈને આપ્યા હતા. આરોપી યુવકને આણંદ પોલીસ સાથે ઘરોબો હોય તેઓ ફરિયાદ પણ ન લેતાં હોવાના આક્ષેપ સાથે પીડિત યુવકે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી હતી.

4.90-lakh-fraud.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *