Gujarat

નડિયાદમાં જીગ્નેશ મેવાણીની ધરપકડ મામલે કોંગ્રેસ દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો

નડિયાદ
ગુજરાત રાજયના વડગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડનો કોંગ્રેસ સમિતિ દ્વારા ઠેકઠેકાણે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાત્કાલિક ધોરણે આ ફરિયાદને રદ કરવામાં આવે તેવી માંગ સાથે અગાઉ ખેડા જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. જ્યારે લોકશાહી બચાવો સંવિધાન બચાવોના નારા હેઠળ નડિયાદ શહેર (જિ) કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. નડિયાદમાં આંબેડકરની પ્રતિમા પાસે સોમવારે કોંગ્રેસી આગેવાનોએ એકઠા થઈ મોઢા પર કાળી પટ્ટી બાંધી મૌન ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જાેકે, ગણતરીના સમયમાં જ નડિયાદ ટાઉન પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. જીગ્નેશ મેવાણીની ખોટી રીતે ધરપકડ મામલે રાજ્યભરમાં જુવાળ ઊભો થયો છે ત્યારે આગામી વિધાનસભામાં આ ઘટનાના અસરકારક પરિણામો જાેવા મળશે તેમ કોંગી કાર્યકરોએ જણાવ્યું છે.વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની થોડા દિવસ પહેલા આસામ પોલીસે ધરપકડ કરી હતી. જેને લઈ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ અને દ્વેષભાવપૂર્ણ ફરીયાદને રદ કરવાને કોંગ્રેસી કાર્યકરો સમગ્ર રાજ્યમાં ઘટનાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. ખેડા જિલ્લામાં અગાઉ આ મામલે કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. તેમજ નડિયાદ શહેર (જિ.) કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન યોજી આ ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે.

Protested-by-tying-a-black-bandage-and-holding-silence.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *