Gujarat

નડિયાદ બેઠકને જીતવા ભાજપના ઉમ્મેદવાર પંકજ દેસાઈ લેટેસ્ટ ટેકનોલોજીથી કરી રહ્યા છે ચૂંટણીપ્રચાર

નડિયાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં ઉમેદવારીપત્રો ભરાઈ ગયાં છે, ઉમ્મેદવારો દ્વારા પુર જાેશ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને અવનવા પ્રયોગો કરી પ્રજાને આકર્ષવા ભાવિ નેતાઓ કામે લાગ્યા છે. ત્યારે ખેડા જિલ્લાની નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈએ ડિજિટલ ઇન્ડિયાની થીમ પર ખાસ રોબોટ દ્વારા પ્રચાર-પ્રસાર કાર્યો આરંભી દીધા છે. ભાજપ ના ઉમેદવારો પ્રચાર-પ્રસાર માટે અવનવી ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યા છે અને એમાંય ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું જે સપનું છે, એ સપનાને સાકાર કરવા માટે ખેડા જિલ્લાની નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈના ચૂંટણીપ્રચારમાં ડિજિટલ રોબોટ ટેક્નિકનો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. આ ડિજિટલ રોબોટ દ્વારા ભાજપના નડિયાદ વિધાનસભાના ઉમેદવારનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને લોકો પણ આ રોબોટને જાેઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. ભાજપ ના ઉમેદવાર નાદ ગુજરાત વિધાનસભા માં દંડક રહી ચુકેલા પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે અમારા આઈટી સેલના પ્રમુખ મધ્યઝોનના હર્ષિલભાઈ દ્વારા આ રોબોટ તૈયાર કરી અહીં લાવવામાં આવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે હાઇટેક પ્રચાર-પ્રસારનું સ્વપ્ન છે એ માટે ખાસ આ ખાસ રોબોટ તૈયાર કરાવવામાં આવ્યો છે. આ રોબોટ લોકો વચ્ચે ફરી પેમ્ફલેટ આપશે અને આ રોબોટમાં ખાસ સાઉન્ડ સિસ્ટમ હોવાથી નડિયાદ વિધાનસભામાં થયેલાં વિવિધ વિકાસલક્ષી કામોની પ્રજા સુધી માહિતી પહોંચાડશે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *