Gujarat

નડીયાદ જિલ્લાની ૬ બેઠક પર ત્રિપાખિયો જંગ જામશે

નડીયાદ
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે તમામ પાર્ટી ના ઉમ્મેદવારો દ્વારા ચુંટણી જીતવા એડી ચોટી નું જાેર લગાડવામાં આવી રહ્યું છે. આગામી ૧ અને ૫ ડિસેમ્બરે મતદાન અને ૮ ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબજે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જાેર લગાવી રહી છે. ત્યારે ખેડા જિલ્લાની ૬ બેઠક પર ત્રિપાખિયો જંગ જામશે. ખેડા જિલ્લાની ૬ બેઠક જાેઈએ તો ૧૧૫ માતર, ૧૧૬ નડિયાદ, ૧૧૭ મહેમદાવાદ, ૧૧૮ મહુધા, ૧૧૯ ઠાસરા અને ૧૨૦ કપડવંજમા ત્રિપાંખિયો જંગ જામશે. અગાઉ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં માતર બેઠક પર ભાજપના ઉમેદવાર કેસરીસિંહ જયસિંહ સોલંકી જીત્યા હતા. નડિયાદ બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજભાઈ વિનુભાઇ દેસાઈ વિજેતા થયા હતા. મહેમદાવાદ બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણે જીત મેળવી હતી. મહુધા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજિતસિંહ પરમારનો વિજય થયો હતો. ઠાસરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ સોઢા પરમાર જીત્યા હતા. જ્યારે કપડવંજ બેઠક પર કોંગ્રેસના કાળુસિંહ ડાભીએ જીત મેળવી હતી. આમ, ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની ૬ બેઠક પૈકી ૩ બેઠક પર ભાજપ, જ્યારે ૩ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *