Gujarat

નવસારીના ડાભર ગામ પાસે સાઈડમાં ઉભેલા યુવાનને અડફેટે લેતા મોત

નવસારી
ડમ્પર ચાલક રોડ પર જાણે યમદૂતના વાહન બનીને ફરતા હોય તેવી રીતે છાશવારે રાહદારીઓ અને બાઈક ચાલકોને અડફેટે લઇ રહ્યા હોય તેવા બનાવોમાં વધારો થયો છે. કુચેદ ગામે રોડના છેડે આરામ કરી રહેલી મહિલાને કચડી નાંખનાર ડમ્પર ચાલકના સમાચારની શાહી સુકાઈ નથી નવસારીના ડાભર ગામ પાસે રોડના સાઇડમાં મોબાઈલ પર વાત કરી રહેલા ૨૪ વર્ષીય આશાસ્પદ યુવાનને શેરડી ભરેલા ડમ્પરે અડફેટે ઘટના સ્થળે જ મોત નિપજાવ્યું હતું. ભણવા માટે વિદેશ જવાની ખેવના રાખતાં ગડત ગામના ૨૪ વર્ષીય ભવ્ય વિમલભાઈ નાયકને ક્યાં ખબર હતી કે તેનું મોત તેને ડાભર ગામ ખેંચી જશે. મોટાભાગના અકસ્માતમાં ચાલુ વાહને ટક્કર લાગતા અકસ્માત થતો હોય છે. પણ દુર્ભગ્ય વશ આ કેસમાં યુવાન રોડના છેડે મોબાઈલ પર ઊભો રહીને વાત કરી રહ્યો હતો, ત્યારે માતેલા સાંઢની જેમ રોડ પર આવી રહેલા ડમ્પર ચાલકે એકાએક યુવાનને અડફેટે લઇ તેનું મોત નિપજાવ્યું હતું મોટાભાગના કિસ્સાઓમાં ડમ્પર ચાલક દારૂ પીને વાહન હાંકતા હોય તેવું સામે આવ્યું છે. જેના કારણે તેમનો વાહન પર કાબુ રહેતો નથી, પરંતુ પોલીસ ચોપડે દારૂના નશાની સંપૂર્ણ વાત ગાયબ થઈ જતી હોય છે. પોલીસ આ મામલે જાે કડક વલણ અપનાવે તો અકસ્માતમાં મહદ અંશે કાબુ આવી શકે છે. અકસ્માત નોતરીને ડમ્પર ચાલક ભાગવાની ફિરાકમાં હતો, પરંતુ સ્થાનિકોની સમયસુચકતાને કારણે તેને પકડી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસની તપાસ ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *