Gujarat

નવસારીમાં ૭૫ વર્ષિય વૃદ્ધા ભારે વરસાદમાં પાણીમાં ડૂબી જતાં મોત

નવસારી
નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. નવસારી શહેરના વોર્ડ નં. ૧૩માં દશેરા ટેકરી પાસેથી પસાર થતી ખાડીમાં પણ પાણી વધતા બાલાપીર દરગાહની પાછળના ઘરોમાં પણ કેળસમા પાણી ભરાયા હતા. જેમાં પતરાના કાચા ઘરમાં રહેતા ૭૫ વર્ષીય લખીબેન રાઠોડ બીમાર હતા અને લાકડીના સહારે ચાલતા હતા. જેઓ ઘરમાં પાણી ઘૂસવાની શરૂઆત થયા બાદ પણ નીકળ્યા ન હતા. જેથી ડૂબી જતા તેમનું મોત થયું છે. કમર સુધીના પાણી થતા લખીબેન લાકડીના સહારે ઘરની બાજુની સાંકળી ગલીમાંથી નીકળવા ગયા હતા, પરંતુ અકસ્માતે માજી પડી જતા, તેમનું પુરના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું હતું. પૂરના પાણી ઓસરતા લખીબેન મૃત હાલતમાં મળી આવતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ હતી. જ્યારે ઘટનાની જાણ થતા સ્થાનિક નગરસેવક તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક લખીબેનના મૃતદેહને પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સ્થાનિક નગરસેવક વિજય રાઠોડના જણાવ્યા મુજબ તેઓ તમામ વસાહતીઓને સ્થળાંતર કરવા માટેની સૂચના આપી હતી. જેમાં મોટાભાગનો વર્ગ શાળામાં સ્થળાંતરિત થયો હતોસ પરંતુ વૃદ્ધાને તેમની વાત સંભળાય નહીં કે તેઓ જાણી જાેઈને ઘર ન છોડવા માંગતા હતા તે જાણી શકાયું નહોતું, વૃદ્ધાની વહેલી સવારે લાશ મળતા ઘરના સૌ કોઈ ચોકી ગયા હતા,નવસારીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે બે કાંઠે વહેતી થયેલી લોકમાતા પૂર્ણાં નદીના જળસ્તરમાં વધારો થતા પૂરની સ્થિતિ બની હતી.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *