Gujarat

નવા કાસીયાની 3 આંગણવાડીના 80 બાળકોને લાભ પોષણ માસ અંતર્ગત નવા કાસીયા આંગણવાડી ખાતે ઉજવણી કરાઈ હતી  

પોષણમાસ અભિયાન અંતર્ગત લ્યુપિન હ્યુમન વેલ્ફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન તેમજ જયાબહેન મોદી હોસ્પિટલ ના ઉપક્રમે આયોજન કરાયું હતું. 80 થી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાનાં નવા કાસીયા ગામ ખાતે આવેલ 3 આંગણવાડી ખાતે પોષણ માહ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી.
પોષણ માસ- 2022 ની થીમ અંતર્ગત મહિલા અને સ્વાસ્થ અને બાળક અને શિક્ષણની થીમ સાથે હાથધરામાં આવેલ ઉજવણીમાં લ્યુપિન ફાઉન્ડેશન દ્વારા આંગણવાડી કેન્દ્રોની અંદર જરૂરી વસ્તુઓ વજન કાંટો, ઉંચાઈ માપક યંત્ર, રસોઈ માટે કુકર, તપેલા 3 જેટલી આંગણવાડી કેન્દ્રોમાં આપવામाાં આવ્યા હતા.
આ ઉપરાંત જયાબહેન મોદી હોસ્પિટલના તબીબી ડૉ. અમિત પવાર દ્વારા 80 જેટલા બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ ઓફિસમાંથી કોમલ ઠાકોર, લ્યુપિન ફાઉન્ડેશન આથી ચેતનસિંહ રાઠોડ, જયાબહેન મોદી હોસ્પિટલમાંથી ડૉ. અમિત પવાર, અને ડૉ જાગૃતિ સાવલિયા તેમજ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ તૃપ્તિ જાની ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બાળકની માતાને જરૂરી માર્ગદર્શન પણ આ તબક્કે આપવામાં આવ્યું હતું. અને બાળકો ની પોષણ યુક્ત આહાર તેમજ બાળ સંભાળ પર વિશેષ ભાર આપી જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા.
Attachments area

IMG-20220904-WA0172.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *