Gujarat

નવી દિશા – નવું ફલક” કાર્યક્રમ અંતર્ગત તા. ૩૦ મેનાં રોજ જિલ્લાકક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે

ગીર સોમનાથમાં “
કલેક્ટર  રાજ દેવસિંહ ગોહીલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે બેઠક યોજાઇ
    ગિરગઢડા
    ભરત ગંગદેવ..
 શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે “નવી દિશા – નવું ફલક” કારકિર્દી માર્ગદર્શન અંગેનો પ્રથમવાર સુગઠિત સ્વરૂપે સેમિનાર યોજવામાં આવશે. જેના ભાગરૂપે ગીર સોમનાથમાં તા. ૩૦ મેના રોજ જિલ્લાકક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે કલેક્ટરશ્રી રાજ દેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
         આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી અને કન્વીનરશ્રીએ જણાવ્યું હતું કે, ધો. ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવા બાબતનો કાર્યક્રમ સમગ્ર ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં તા.૩૦/૦૫/૨૦૨૨ ના રોજ યોજાનાર છે. જે અંતર્ગત જિલ્લામાં તા.૩૦/૦૫/૨૦૨૨ ના રોજ ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવા બાબતનો કાર્યક્રમ મણીબેન કોટક સ્કુલ, વેરાવળ ખાતે સવારે ૧૦:૦૦ કલાકથી ૧૧:૫૦ કલાક દરમ્યાન યોજાનાર છે.
     આ કાર્યક્રમનું પ્રસારણ તા.૨૬/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ‘વંદે ગુજરાત’ ચેનલ નં.૯ તેમજ બોર્ડની યુ-ટ્યુબ ચેનલ GSHSEB Gandhinagar  તેમજ https://www.facebook.com/KcgGujarat/ પરથી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમનો લાભ મહત્તમ વિદ્યાર્થીઓ તથા વાલીઓ મેળવે તેમ જણાવવામાં આવે છે.
      આ બેઠકમાં સહ કન્વીનર રોજગાર અધિકારીશ્રી, જિલ્લા પશુપાલન અધિકારીશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા માહિતી અધિકારીશ્રી અને આઇ.ટી.આઇ. સાથે મિટીંગનું આયોજન કરેલ હતું જેમાં ઉક્ત કાર્યક્રમને સફળ બનાવવાના આયોજનને આખરી ઓપ આપવામાં આવેલ હતો.

IMG-20220526-WA0333.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *