છોટા ઉદયપુર
છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના સોઢલિયા પાસે રાત્રે ૫ મિત્રો કાર લઈને મધ્ય પ્રદેશ જવા નીકળ્યા હતા. ત્યારે થોડેદૂર જ કાર પલટી ખાઈ જતાં કારમાં સવાર ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ૨ લોકોને ઇજા પહોંચતા નસવાડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. નસવાડીથી રાત્રે ૫ મિત્રો કાર લઈને મધ્ય પ્રદેશ જવા નીકળ્યા હતા. ત્યારે માંડ ૫ કિલોમીટર જ પહોંચ્યા હતા. ત્યારે સોઢલિયા ગામના વળાંક પાસે અચાનક કારના ચાલક નયન ડું.ભિલે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ગાડી રસ્તાની બાજુમાં ઉતારી ૪-૫ પલટી ખાઈ ગઈ હતી. ગાડી પલટી ખાતા જ ચાલક નયન ડું.ભિલને માથાના ભાગે તેમજ શરીર પર ગંભીર ઈજાઓ થવાથી તેમજ મિંક પટેલ અને પાર્થ પટેલને પણ ગંભીર ઈજાઓ થતા ત્રણે જણાના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ગાડીમાં સવાર અન્ય ધવલ રાજપૂત અને મિહિર ઉર્ફે સન્ની બારિયાને નાની મોટી ઇજા થતાં તેઓને સારવાર અર્થે નસવાડી સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. નસવાડીના સોંઢલિયા પાસે થયેલ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ મિત્રોના મોતને પગલે નસવાડી નગરમાં શોકનો માહોલ જાેવા મળી રહ્યો છે.


