Gujarat

નસવાડી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામા છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નસવાડી પોલીસ 

 ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા એ.વી કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા એ.એ.દેસાઈ સર્કલ પો.ઈન્સ. બોડેલી સર્કલ બોડેલી નાઓના સંકલનમાં રહી નાસતાં કરતાં આરોપી તથા લાલ સહીમા દર્શાવેલ આરોપી તથા વોન્ટેડ આરોપીને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપતા સી.ડી. પટેલ પો.સ.ઇ. નસવાડી પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ પ્રયત્નશીલ હોય અને આજરોજ નસવાડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ સીડી પટેલ નાઓને બાતમી હકિકત મળેલ કે, નસવાડી પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુ.ર.નં ૧૧૧૮૪૦૦૭૨૦૧૦૪/૨૦૨૦ પોહી કલમ ૬૫એઇ,૯૮(૨),૮૧ મુજબના ગુનાના વોન્ટેડ આરોપી લાલસિંગભાઇ કારલાભાઇ ભીલ રહેવાં કાનેર તા.સૌઢવા જી.અલીરાજપુર નાઓ કવાંટ બજારમા આવેલ છે. તેવી બાતમી હકિકત આધારે સદર ગુનના કામે આરોપીની વોચમાં રહેવા સારૂ કવાંટ જવા રવાના થયેલ ત્યારબાદ કવાટ બજાર જઇ આરોપીની તપાસ કરતા આરોપીને બદનમા બ્લુ કલરનું ચોકડી વાળુ શર્ટ પહેરેલ છે તેમજ કમરમા જીન્સ પેન્ટ પહેરેલ છે સદર બાતમી હકીકત વાળી જગ્યાએ જઈ તપાસ કરતાં તે આરોપી બજાર માથી પકડી પાડવામાં આવેલ છે. આમ, સદર આરોપીને નસવાડી પોલીસ સ્ટેશનના ગુનાના કામે પકડી પાડવામા આવેલ છે. અને સદર આરોપીને હાલ કોરોના વાયરસની મહામારીના કારણે ગુનાના કામે રાઉન્ડ અપ કરવામાં આવેલ છે.
 રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220313-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *