ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સારૂ સુચનાઓ આપવામા આવેલ હોઇ અને નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડી અસરકારક અને પરીણામલ કામગીરી નો આગ્રહ રાખવામા આવેલ હોઇ કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તથા એસ.બી.વસાવા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર બોડેલી સર્કલ નાઓએ ડ્રાઈવ અનુસંધાને ઉપરી અધિકારીઓની સુચનાઓ મુજબની કામગીરી અંગે માર્ગદર્શન આપી મોનીટરીંગ રાખવામા આવેલ હોઇ નસવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ ટીમવર્કથી આયોજનબધ્ધ રીતે કામગીરી હાથ ધરવામા આવેલ હોઇ અને નસવાડી પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૭૨૦૦૦૪૨૪૨૦૨૦ ઘી પ્રોહી એકટ કલમ ૬૫(એ)(ઇ),૯૮(૨) મુજબના ગુનાના કામે છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો આરોપી ગોવિંદકુમાર ઘનશ્યામભાઈ રાય ઉ.વ.૩૬ રહે.જોલવા ધરમભકિત રેસીડેન્સી તા.પલસાણા જી.સુરત નાઓની તપાસ કરવા સારૂ એક ટીમ સુરત ખાતે રવાના કરેલ અને તે ટીમ દ્વારા ટેકનીકલ સોર્સ અને હુમન ઈન્ટેલીજન્સની મદદથી આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.”
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


