Gujarat

નસવાડી વકીલ મંડળ દ્વારા એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર અપાયું; SOGના PSI વિરૂદ્ધ પગલાં ભરવાની માગ કરી

નસવાડી વકીલ મંડળના મંત્રી સાથે જિલ્લા SOGના PSI દ્વારા ચાર દિવસ પહેલા નસવાડી પોલીસ મથકમાં ગેરવર્તન કરીને ગેટ આઉટ જેવા શબ્દોનો પ્રયોગ કરીને અપમાન કરવાની ઘટના બની હતી. જેને લઇને જિલ્લામાં વકીલ મંડળો દ્વારા આજે શુક્રવારે એડિશનલ કલેકટરને આવેદનપત્ર આપીને આવા SOGના PSI વિરૂદ્ધ પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી.
નસવાડી પોલીસ મથકે ગત 19 ડિસેમ્બરના રોજ નસવાડી વકીલ મંડળના મંત્રી સેહજાદ મેમણ એક કેસ બાબતે SOGના PSI જે. પી. મેવાડાને મળવા રૂબરૂમાં ગયા હતા. ત્યારે SOGના PSI મેવાડા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને વકીલ મંડળના મંત્રી સેહજાદ મેમણને ગંદી તેમજ બીભત્સ ગાળો બોલી હતી. “તું વકીલ હોય કે ગમે તે હોય અહિંયાથી બહાર જતો રહે અને ગેટ આઉટ” કહીને મનસ્વી વર્તન કર્યું હતું. તેમજ કોર્ટ ઓફિસરનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. શિક્ષાત્મક પગલાં ભરવાની માગ કરી આજરોજ શુક્રવારે એડિશનલ કલેકટરને આવેદનપત્ર આપી SOGના PSI જે. પી. મેવાડાને ફરજ મોકૂફ કરીને શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરી હતી. જો કોઈ કાર્યવાહી નહિં કરવામાં આવે તો છોટા ઉદેપુર જિલ્લાના તમામ વકીલ મંડળોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે હડતાળ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221223-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *