Gujarat

નાગેશ્રી ગામે જુગાર રમતા સાત ઇસમોને રોકડ રકમ, મોબાઇલ ફોન સહિત કુલ કિં.રૂ.૩૯,૮૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

નાગેશ્રી ગામે જુગાર રમતા સાત ઇસમોને રોકડ રકમ, મોબાઇલ ફોન સહિત કુલ કિં.રૂ.૩૯,૮૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ

જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.

આજ રોજ તા.૦૧/૧૦/૨૦૨૨ ના શરૂ રાત્રીના નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમિયાન અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે, નાગેશ્રી ગામે, સિધ્ધનાથ મહાદેવ મંદિર પાસે જાહેરમાં અમુક ઇસમો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમે છે, તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં જુગાર રમતાં કુલ સાત ઇસમોને રોકડ રકમ, મોબાઇલ ફોન અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ, પકડાયેલ તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી નાગેશ્રી પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે.

જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ

(૧) લાલજી મનુભાઇ સોલંકી, ઉ.વ ૨૨, રહે. નાગેશ્રી, તા.જાફરાબાદ, જિ.અમરેલી. (૨) લાલા વશરામભાઇ પરમાર, ઉ.વ.૨૬, રહે.નાગેશ્રી, તા.જાફરાબાદ, જિ.અમરેલી, (૩) બાબુ મંગાભાઇ બાંભણીયા, ઉ.વ.૩૫, રહે.નાગેશ્રી, તા. જાફરાબાદ, જિ.અમરેલી, (૪) ગભરૂભાઇ ઘુસાભાઇ બોરીચા, ઉ.વ.૫૬, રહે.નાગેશ્રી, તા.જાફરાબાદ, જિ.અમરેલી, (૫) કીરણ દીલુભાઇ કોટીલા, ઉ.વ.૨૯, રહે.નાગેશ્રી, તા.જાફરાબાદ, જિ.અમરેલી. (૬) નાનજી વશરામભાઇ ગમારા, ઉં.વ.૩૦, રહે.નાગેશ્રી, તા.જાફરાબાદ, જિ.અમરેલી.. (૭) લાલજી ભવાનભાઇ સોલંકી, ઉ.વ.૨૫, રહે.નાગેશ્રી, તા.જાફરાબાદ, જિ અમરેલી,

પકડાયેલ મુદ્દામાલ

રોકડા રૂ।.૧૫,૮૧૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૪, કિ.રૂા.૨૪,૦૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦/ મળી મળી કુલ કિં.રૂા.૩૯,૮૧૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ

IMG-20221001-WA0010-1.jpg IMG-20221001-WA0082-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *