જેતપુર પ્રી-મોનસુન સમીક્ષા બેઠક યોજાઇ
વર્ષાઋતુ ૨૦૨૨ માં આપત્તિ વ્યવસ્થાપન આગોતરા આયોજન કરવા માટે ની જેતપુર સેવા સદન ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને ડિઝાસ્ટર નોડલ અધિકારી શ્રી રાહુલ ગમારા ની અધ્યક્ષતા હેઠળ મામલતદાર ગ્રામ્ય શ્રી ડી એ ગીનીયા મામલતદાર શહેર શ્રી કે એમ અધેરા અને તાલુકા વિકાસ અધિકારી શ્રી કુંગશિયા ઉપસ્થિતિ એ સરકાર શ્રી ના વિવિધ વિભાગો સાથે સમીક્ષા બેઠક યોજાઇ
૨૦૨૨ વર્ષાઋતુ આગામી દિવસોમાં પ્રારંભ થશે ત્યારે કોઈ આપત્તિ જેવા સંજોગો ઊભા થઇ શકે ત્યારે દરેક વહીવટી તંત્ર ના દરેક વિભાગો દ્વારા તાત્કાલિક પગલાં લઈ કામગીરી કરવામાં આવે અને પ્રજાજનો તેમજ પશુધન ને માટે સારી વ્યવસ્થા આપી શકાય તે માટે ઉપસ્થિત અધિકારી શ્રી ઓ પાસેથી જીણવટ ભરી વિગતો મેળવી સમીક્ષા કરાય હતી
આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ દરેક વિભાગો ને જણાવ્યું હતું કે વર્ષાઋતુ ના આગમન પૂર્વે જેતે વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરી સો ટકા પૂર્ણ થાય અને વર્ષાઋતુ માં કોઈ આપત્તિ સંજોગો ઊભા થયા તો વ્યવસ્થાપન માં કોઈ મુશ્કેલી ન પડે તેવું આયોજન કરી રાખવું
આ પ્રસંગે જેતપુર નગરપાલિકાના શ્રી દીપક પટોડીયા.આરોગ્ય વિભાગ ના ડો સાપરિયા ડો શ્રીમતી પડિયા માર્ગ મકાન વિભાગ શ્રી પટેલ પશુ પાલન વિભાગ ના શ્રી જે એસ ગઢવી ઇરીગેશન વિભાગ પીજીવીસીએલ પોલીસ તેમજ એસ ટી બસ ડેપો મેનેજર સહિત દરેક વિભાગ ના અધિકારી શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા
મામલદારશ્રી ગ્રામ્ય અને શહેર તેમજ તાલુકા વિકાસ અધિકારી ના કંટ્રોલ રૂમ સાથે દરેક વિભાગો એ તેના કંટ્રોલ રૂમ નું સંકલન કરી આયોજન ને સુદ્રઢ બનાવવા નક્કી કરવામાં આવ્યું હતું
હરેશ ભાલીયા જેતપુર


