૧૬ થી ૨૦ નવેમ્બર દરમિયાન યોજાનાર ૭૫માં વાર્ષિક નિરંકારી સંત સમાગમના શુભારંભ પર નિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજના પાવન કરકમળો દ્વારા સમાગમ સેવાનું ઉદઘાટન સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ,સમાલખા(હરીયાણા)માં કરવામાં આવ્યું.આ અવસર પર સંત નિરંકારી મંડળ કાર્યકારી સમિતિના સભ્યો,કેન્દ્રીય યોજના તથા સલાહકાર બોર્ડના સભ્યો,સેવાદળ અધિકારી,સ્વયંસેવકો તથા દિલ્લી તથા આસપાસના ક્ષેત્ર તથા ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો હાજર રહ્યા થયા.
નિરંકારી સદગુરૂ માતાજીનું સ્વાગત શ્રી સુખદેવસિંહ(સમન્વય સમિતિ કમિટી અધ્યક્ષ) તથા શ્રી જોગીન્દર સુખીજા,સચિવ,સંત નિરંકારી મંડળ) દ્વારા કરવામાં આવ્યું.સંત સમાગમ સેવાના શુભારંભ અવસર પર સંપૂર્ણ નિરંકારી જગત તથા પ્રભુ પ્રેમીઓને સંબોધિત કરતા સદગુરૂ માતાજીએ કહ્યું હતું કે..
’’સેવાની ભાવના પૂર્ણ સમર્પણ વાળી હોવી જોઈએ.સેવા ભાવ હુકમ અનુસાર તથા મનને પૂર્ણત: સમર્પિત કરીને કરવામાં આવે તો જ સાર્થક થાય છે.સેવા માત્ર કાર્ય રૂપમાં નહિ પરંતુ તેમાં જયારે સેવાનો ભાવ આવી જાય છે ત્યારે તેની સુગંધ મહેક્દાર બને છે.સેવાને હંમેશાં ચેતનતાથી જ કરવી જોઈએ અને એ ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય આપણા કર્મ,આપણા વ્યવહારથી જાણ્યે-અજાણ્યે પણ કોઈનો તિરસ્કાર ન થાય.દરેકનો આદર સત્કાર કરવાનો છે કારણ કે દરેક સંતોમાં આ નિરાકાર પ્રભુનો વાસ છે.આવા ભક્તિભાવથી સેવાને સ્વીકાર કરી મનથી સુમિરણ કરતાં કરતાં પોતાની સેવાઓનું યોગદાન આપતા રહીએ.’’
સમાગમ સેવાઓમાં ભાગ લેવા માટે સમગ્ર દેશમાંથી નિરંકારી સેવાદળ તથા અન્ય ભક્તો ટુકડીઓ બનાવી ભાગ લેતા હોય છે.ગુજરાતમાંથી પણ હજારોની સંખ્યામાં નિરંકારી શ્રદ્ધાળુ ભક્તો તથા સેવાદળ સ્વયંસેવકો આ સેવાઓમાં ભાગ લેનાર છે.
નિરંકારી સંત સમાગમોની આ અવિરત શ્રુંખલા તેના ૭૪ વર્ષ સફળતા પૂર્વક પુરા કરી આ વર્ષે ૭૫મો વાર્ષિક નિરંકારી સંત સમાગમની પ્રતીક્ષા દરેક શ્રદ્ધાળુ ભક્ત હર્ષોલ્લાસથી કરી રહ્યા છે.સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજની પાવન અધ્યક્ષતામાં યોજાનાર આ દિવ્ય નિરંકારી સંત સમાગમનો ભરપુર આનંદ પ્રાપ્ત કરવા માટે દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ તથા પ્રભુ પ્રેમીઓ હાજર રહેનાર છે. સમાગમ સ્થળ પર દરરોજ અનેક મહાત્મા,સેવાદળના ભાઈ-બહેનો અને ભક્તો પોતાની સેવાઓ પ્રદાન કરશે.
૭૫માં વાર્ષિક નિરંકારી સંત સમાગમમાં ભાગ લેનાર શ્રદ્ધાળુઓને વધુમાં વધુ સુખ સુવિધાઓ મળે તે માટે વિશાળ મંડપોની એક સુંદર નગરી સ્થાપિત કરવામાં આવશે જેમાં ભક્તોના રહેવાની,ખાવા-પીવાની તથા તેમની મૂળભૂત સુવિધાઓ માટે યોગ્ય વ્યવસ્થા પ્રશાસન તથા અધિકારીઓના સહયોગથી કરવામાં આવી રહી છે.સમાગમ સ્થળ પર વિભિન્ન પ્રબંધન કાર્યાલય,પ્રકાશન સ્ટોલ,પ્રદર્શની,લંગર,કેન્ટીન તથા દવાખાનાની સુવિધાઓ યોગ્ય રીતે કરાવવામાં આવશે.
સત્સંગ સ્થળ સુધી પહોંચવા માટે આ વર્ષે રેલવે સ્ટેશન,બસ સ્ટેશન તથા એરપોર્ટથી દરેક શ્રદ્ધાળુઓ ભક્તોને લાવવા-લઇ જવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.આ સાથે જ અન્ય વાહનો માટે પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
અનેકતામાં એકતાનું અનુપમ દ્રશ્ય પ્રદર્શિત કરવા વાળો આ દિવ્ય નિરંકારી સંત સમાગમ દર વર્ષની જેમ આ વર્ષે પણ દરેક ભક્તો માટે પ્રેરણાદાયી તથા આનંદ દાયક રહેશે.
વિનોદભાઇ માછી નિરંકારી
સંત નિરંકારી મંડળ,ગોધરા


