નેત્રંગમાં કોંગ્રેસના રસ્તા રોકો આંદોલનમાં પોલીસ સાથે ઘર્ષણ
એક-એક ફુટ ઉંડા કોંગ્રેસના કાયઁકરોએ જાતે પુરાણ કયુૅ
પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનમાં ધોધમાર વરસાદી પાણીથી રોડ-રસ્તાનું ભારે ધોવાણ થયું હતું.નેત્રંગ ચારરસ્તા અને લાલમંટોડી વિસ્તાર સહિત ચારેય તરફ એક-એક ફુટ ઉંડા ખાડા પડતા વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા હતા.રોડ-રસ્તાના નિમૉણની કામગીરીમાં ભારે ગોબાચારી થઇ હોવાની આશંકાઓ જણાઇ રહી છે.જેને નેત્રંગ તાલુકા કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ અને કોંગ્રેસના કાયઁકરોએ રસ્તા રોકો આંદોલન કરીને ભારે વિરોધ કર્યૉ હતો.નેત્રંગ ચારરસ્તા સહિત આજુબાજુના વિસ્તારમાં પડેલ એક-એક ફુટ ઉંડા કોંગ્રેસના કાયઁકરોએ જાતે પુરાણ કયુૅ હતું.નેત્રંગ પો.કમીૅ અને કોંગ્રેસના કાયઁકરો સાથે ભારે ઘષઁણના દ્રશ્યો નજરે પડ્યા હતા.
ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ.

