Gujarat

નોખો સમાજ અનોખો રિવાજ નણંદના ભાભી સાથે મંગલ ફેરા

 

*છોટા ઉદેપુર જિલ્લા નું એક એવું ગામ કે આ ગામમાં એક પણ વરરાજા જાન લઇને પરણવા આવ્યા નથી કે ગામનો એક પણ યુવાન વરરાજા બની જાન લઇને પરણવા ગયાં નથી*
સમગ્ર ભારત દેશમાં લગ્ન સંસ્કાર દરમિયાન વર્ષો થી રિવાજ રહ્યો છે કે, વરરાજા એક દિવસનો રાજા બની, ઘોડે ચડીને વાજતે ગાજતે જાનૈયા સાથે નાચતાં ગાતાં જાન લઇને પરણવા જાય છે,
 પરંતુ ગુજરાત રાજ્યનાં મધ્ય પ્રદેશ લની સરહદે આવેલા છોટા ઉદેપુર જિલ્લાના સનાડા, સુરખેડા અને અંબાલા આ ત્રણ ગામ સમગ્ર ભારતવર્ષમાં એવાં ગામ છે કે, આ ગામોમાં સદીઓ જૂની પરંપરા અને લોક માન્યતા મુજબ વરરાજા વગરની જાન લઈને જવાના રીવાજ ને લઈને,
  આ ગામોનાં યુવાનો ને ઘોડે ચડીને જન લઈને પરણવા જવાનુ નસીબમાં નથી,
એટલે કે આ ગામોનાં યુવાનો કે યુવતીઓ લગ્ન કરતાં જ નથી એવું પણ નથી, પરંતુ આ ત્રણ ગામોમાં વર્ષો થી પેઠી દર પેઢી વરરાજા જાન લઈને પરણવા જતાં નથી કે, આ ગામોમાં વરરાજા જાન લઈને પરણવા આવતાં નથી,
અંબાલા, સુરખેડા, અને સનાડા ગામના લોકો ની સદીઓ જૂની માન્યતા મુજબ, અંબાલા ગામના ડુંગર ઉપર બિરાજમાન આ ત્રણ ગામનાં સીમદેવ બાબા ભરમા દેવ, અન્ય દેવી દેવતાઓને પરણાવવામાં ખુદ બાબા ભરમા દેવ જ કુંવારા રહી ગયેલાં હૉય, જે માન્યતા ને લઇ ને આ ગામમાં વરરાજા જાન લઇને, કે જાન લઈને આવી શકે નહીં એવી લોક માન્યતા છે,
જેથી ત્રણે ત્રણ ગામના વડીલો ભેગા મળી સદીઓ પહેલાં એક નવા રીવાજ દ્વારા ઉકેલ શોધી કાઢયો હતો કે , વરરાજાની જગ્યાએ વરરાજાની બહેન જે કુંવારી હોય, સગી બહેન નહિ હોય તો કુટુંબ ની કુંવારી બહેન, ખાસ પ્રકારની જે વાંસ માંથી બનાવેલ ટોપલી એટલે કે પાટી માથે મૂકી ને, વરરાજાનો તમામ રોલ અદા કરી, ઢોલ શરણાઈ નાં સુરે નાચતાં કૂદતાં ગાતાં જાનૈયા ઓને લઈને વરરાજાનાં ઘરે થી નીકળી કન્યાનાં ઘરે પહોચી પોતાની થનાર ભાભી સાથે મંગલ ફેરા ફરે છે…
વરરાજાની કુંવારી બહેન જાન લઈ ને જવાની પરંપરા.?
અંબાલા ગામના શિક્ષિત અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા, બન્ને સગા ભાઈઓ રાજુભાઈ રાઠવા, અને હિતેશભાઈ રાઠવા, કે જેઓના એક માંડવે લગ્ન લેવાયાં છે ત્યારે તેઓ શિક્ષિત હોવા છતાં, ગામની વર્ષો જૂની પરંપરા ને અનુસરી ને કંકોત્રી માં પણ પ્રકૃતિ મુક્તિ અને માનવ મુક્તિ નો સંદેશ આપતી કંકોત્રી છપાવી છે, અને ગામનાં રિવાજ મુજબ પોતાની જાન માં પણ પોતનાં ઘરે બેસી રહ્યાં,
અને આ બન્ને ભાઈઓનો વરરાજા નો તામામ રોલ, તેમની બહેન અદા કરીને ભાઈઓની જાન બહેન લઈને મધ્ય પ્રદેશનાં કાછલા તેમજ લખાવાંટ ગામે પહોચી હતી.
*પાટી લગ્ન માં કેવી રીતે બહેન ભાઈની જાન લઈને જાય છે*”?
વરરાજા ની જેમ બહેન પીઠી ચોળી, શણગાર સજીને, એક દિવસનાં રાજા ગણાતા વરરાજા ની જેમ, માથે પાટી મૂકીને , ભાઈની જાન લઈને ભાભી સાથે પરણવા નિકળે છે, ત્યારે વરરાજાને ઘરમાં કુળદેવી સમક્ષ છુપાઈને બેસી રહેવાનો એક રિવાજ ને, આજે પણ આ ગામના લોકો બખૂબી નિભાવી રહ્યા છે.
વરરાજાની બહેન માથે પાટી મૂકીને , શણગારેલી ગાડીમાં સવાર થઈને ,ઠાઠ માંઠ થી જાન લઈ ને, કન્યાં નાં ઘરે પહોંચે છે, ત્યારે કન્યા પક્ષના લોકો પણ બહેનને વરરાજા ની જેમ જ માન સન્માન આપે છે,
 આદિવાસી સમાજના રિવાજ મુજબ, કન્યા ને પરણાવવાની રીત નાં પૈસા વરપક્ષને ચૂકવવાનાં હોય છે, જે રૂપિયા કન્યા પક્ષને ચૂકવ્યા બાદ જાનને કન્યાનાં મંડપમાં પ્રવેશ કરવાની વિધિ બાદ, નિમંત્રણ આપવામાં આવતું હોય છે, ત્યાર બાદ વર પક્ષની બે મહીલાઓ, અને કન્યા પક્ષની બે મહિલાઓ, દ્વારા કન્યાનાં મંડપમાં ગોબર દ્વારા નીપણ કરી, બે
પાટલા મુકવામાં આવે છે, જયારે પાટલાની આગળ મહીલાઓ આંગળીઓ માંથી ચોખા પસાર કરીને ચોખાની ચોરી પાડવામાં આવે છે,
વર પક્ષ તરફ થી લાવવામાં ઘરેણાં કપડાં, કન્યા ને ઘરમાં આપવામાં આવે છે, જે ઘરેણાં ધારણ કર્યાં બાદ ભાભી કન્યાને ઘર માંથી ઊંચકીને મંડપમાં લાવી પાટલા ઉપર ઉભા રાખી મંડપ માંથી ઘરમાં કુળ દેવી આગળ પગે પાડી, બીજી ભાભી કુળ દેવી થી મંડપમાં કન્યા ને ઉચકી ને લાવે છે, આમ પાંચ વખત મંડપ થી કુળ દેવી, સુધી કન્યા ને લાવવા લઇ જવામાં આવે છે., પાટલા થી કુળ દેવી સુધી પાંચ વખત ઉચકી લાવવા લઇ જવાના ની વિધિ બાદ, ચોરી આગળ નણંદ ભાભી ને પાંચ ફેરા પુર્વ થી પશ્ચિમ અને પાંચ ફેરા પશ્ચિમ થી પુર્વ ફેરવવામાં આવે છે,
*નણંદ ભાભી નાં મંગળફેરા બાદ ફરી થી વર વધુના ફેરા વરના ઘરે યોજય છે*
કન્યા નાં ઘરે નણંદ ભાભીના ફેરા ફર્યા બાદ જાન ને કન્યા પક્ષ તરફ થી વળાવી દીધા બાદ જાન ઘરે આવે છે ત્યારે કન્યા ની થનાર ભાભીઓ દરવાજો રોકવા ઉતાવળી થઇ ઘરમાં પહોચી જતી હોય છે, કન્યા ને દરવાજે રોકી દાપુ માંગવામાં આવે છે , ભાભી ની માંગણી મૂજબ નું દાપુ ચૂકવાયા બાદ ભાભી નવવધૂ ને ઘરમાં પ્રવેશ આપે છે અને કુળ દેવી સમક્ષ ભાત માં ઘી ગોળ નાખી પાંચ વાર બાજ બદલી પૂજારા દ્વારા વિધી કરી ઘરની બહાર પાટલા મૂકી ચોખાની ચોરી પાડવામાં આવે છે, અને ફરી થી ભાભી ઓ ચોરી થી કુળદેવી સુધી નવ વધુ ને પાંચ ફેરા ઊંચકીને લઇ જવામાં અને લાવવામાં આવે છે, એ બાદ ઘોડે રમાડવાની અનોખી વિધી કરવામાં આવે છે,
 ત્યાર બાદ ખત્રી દેવનાં સ્થાન પર વર વધુના હાથે બાફેલા અડદ ધરવાવાની વિધી કરવામાં આવે છે.
સુરખેડા, સનાડા, અને અંબાલા ગામના સિમદેવતા બાબા ભરમા દેવ ખુદ કુંવારા રહી ગયેલા હોવાની માન્યતાને લઈને જાન લઈને જનાર કે જાન લઈને આવનાર નું લગ્ન જીવન ટકતું નથી, જેથી આ માન્યતા મુજબ આ ત્રણ ગામો માં સદીઓ થી કોઈ ની જાન માં વરરાજા પરણવા જતાં નથી કે, આ ત્રણ ગામોમાં કોઈ જન માં વરરાજા જાન માં આવતાં નથી, પરંતું વરરાજા ની બહેન જાન લઈને જાય છે, કે વરરાજા ની બહેન જાન લઈને પરણવા આવતી હોય છે, પરંતું સનાડા ગામના લોકો છેલ્લાં ત્રીસેક વર્ષ પહેલાં મોહનભાઈ રાઠવા જાન લઇને પરણવા ગયાં હતાં ત્યાર બાદ સનાડા ગામમાં આ પ્રથા લુપ્ત થઈ છે જયારે સુરખેડા ગામમાં પણ આ રિવાજ હવે ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લા માં અંબાલા એક એવું ગામ છે જે કલા સંસ્કૃતિ રિત રિવાજો અને પરંપરા ઓનું સંરક્ષણ અને સંવર્ધન કરાવામાં સદા અગ્રેસર રહ્યું છે, તેમજ અંબાલા ગામ રમત ગમત ક્ષેત્રે તેમજ શિક્ષણ ક્ષેત્રે પણ સદા અગ્રેસર હોવા છતાં, આ પરંપરા રીત રિવાજો ને ગામ લોકો ભવિષ્યમા પણ જળવાઈ રહે તે માટે જાગૃતતા દાખવી છે.
અંબાલા ગામનાં શિક્ષત અને જાગૃત યુવાનો નું કહેવું છે કે, આખા વિશ્વમાં અમારું અંબાલા ગામ જ એક એવું ગામ છે કે, અત્યાર સુધીમાં અમારા ગામ માંથી ઍક પણ વરરાજા પરણવા જાન લઈને ગયાં નથી કે કોઈ વરરાજા પરણવા જાન લઈને ગામમાં આવ્યાં નથી, અમારા ગામના બાબા ભરમા નાં ડૂંગર પ્રત્યે અમારા ગામનાં લોકો ની આસ્થા જોડાયેલી હોય જેને લઇને સદીઓ થી આ પરંપરા ને આજ સુધી નિભાવવામાં આવી છે અને ભવિષ્યમાં પણ નિભાવવામાં આવશે તે માટે આખા ગામના લોકો જાગૃત બન્યા છે, અને આ અમારી વિશિષ્ઠ પ્રકારની વર્ષો જૂની પરંપરા નિભાવવાની બાબતે અમે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ માં આ ગામનું નામ દર્જ થાય તે દિશા માં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. અમારી “સસ્કૃતી એજ અમારું સ્વાભિમાન” તેમ ગામ લોકો જણાવી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220510-202128_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *