મુંબઈ
મહારાષ્ટ્રના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાને ૧૩ દિવસ બાદ જેલમાંથી છોડવામાં આવ્યા છે. જેલમાંથી છૂટ્યા બાદ નવનીત રાણા મેડિકલ ચેકઅપ માટે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં તેમને દાખલ કરવામાં આવ્યાં છે. હવે લીલાવતી હોસ્પિટલથી સાંસદની તસવીરો સામે આવી છે, જેમાં તે રડી રહ્યાં છે. તેમના ધારાસભ્ય પતિ રવિ રાણા તેમને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તસવીરોને જાેઈને લાગે છે કે નવનીત રાણા દર્દમાં છે. તેમને જેલમાંથી છોડવા માટે પણ સ્વાસ્થ્યનો હવાલો આપવામાં આવી રહ્યો હતો. સાંસદે આરોપ લગાવ્યો હતો કે જેલ તંત્રણે તેમની જરૂરીયાતોનું ધ્યાન રાખ્યું નથી. હવે જેલમાંથી બહાર આવતા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ તેમના પતિ રવિ રાણા લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા. આટલા દિવસ બાદ બંને પતિ-પત્ની મળ્યા હતા એટલે ભાવુક પણ થઈ ગયા. મહત્વનું છે કે કોર્ટે બંનેને શરતી જામીન આપ્યા છે. રાણા દંપતિએ તપાસમાં સહયોગ કરવો પડશે. મહત્વનું છે કે જે વિવાદમાં બંનેની ધરપકડ થઈ તેની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે. અમરાવતીથી સાંસદ નવનીત રાણાએ માતોશ્રી બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાનો ર્નિણય કર્યો હતો. તેઓ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ ત્યાં શિવસૈનિકોએ જાેરદાર બબાલ કરી હતી. ત્યારબાદ રાણા દંપતિ વિરુદ્ધ રાજદ્રોહનો કસે દાખલ કરવામાં આવ્યો અને ૨૩ એપ્રિલે બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
