Gujarat

પત્નીને ફોન કરતો પિતરાઈભાઈને ઠપકો આપતા હુમલો કર્યો

આણંદ
પેટલાદના કલાલ પીપળ અર્જુનશા ભાગોળ ખાતે રહેતા શેરૂશા ઇસ્માઇલશા દિવાન ડ્રાઈવીંગ કરે છે. તેઓ ૧૦મી માર્ચના રોજ રાત્રે ઘરે હતાં તે સમયે સાડા દસેક વાગે તેમની પત્નીના મોબાઇલ પર રીંગ વાગી હતી. જાેકે, હેલો બોલતા ફોન કટ કરી દીધો હતો. આથી, તેણે તેની પત્નીને પુછતા તેમણે જણાવ્યું હતું કે, પડોશમાં રહેતા કાકા મહેબુબશાનો દિકરો મોઈન દિવાનનો ફોન હતો, તે મારી સાથે અવાર નવાર વાત કરવા ફોન કરે છે. આથી, શેરૂશાએ તુરંત ઘરની બહાર આવી પડોશમાં રહેતા કાકાના ઘરે જઈ મોઇનનો ઠપકો આપ્યો હતો. જેથી મોઇન ઉશ્કેરાઇ ગયો હતો અને અપશબ્દ બોલી ઘરમાંથી છરો લાવી હુમલો કરવા દોડ્યો હતો. આ ઝઘડામાં મોઇનનો ભાઇ નિઝામ, તેના પિતા મહેબુબ દિવાન પણ આવી ગયાં હતાં અને ત્રણેયે યુવકને મારમાર્યો હતો. આ હુમલામાં મોઈને છરો મારી દેતાં શેરૂશાને ગંભીર ઇજા પહોંચી હતી. આથી, તેને તાત્કાલિક સારવાર માટે પેટલાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે શેરૂશાની ફરિયાદ આધારે મોઇન મહેબુબ દિવાન, નિઝામ મહેબુબ દિવાન અને મહેબુબ અહેમદ દિવાન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પેટલાદના કલાલ પીપળ અર્જુનશા ભાગોળમાં રહેતા યુવકની પત્નીને વારંવાર પિતરાઇ ભાઈ ફોન કરતો હતો. જેથી તેને ઠપકો આપતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને ઘરમાંથી છરી લાવી યુવકને મારી દીધી હતી. આ ઉપરાંત કાકા અને અન્ય પિતરાઇએ પણ યુવકને મારમાર્યો હતો. આ અંગે પોલીસે પિતા – પુત્ર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *