Gujarat

પરિક્રમા રૂટ પર ૩૬ દૂધ વિતરણ કેન્દ્ર ઉભા કરાયા : પરિવહન દર મુજબ ૫૦૦ મિ.લી. ખરીદી દૂધ પર MRP + રૂ.૨ ચૂકવવાના રહેશે

ગિરનાર પરિક્રમાના રૂટ ઉપર જુદા જુદા સ્થળો પર કુલ -૨૬  દૂધ વિતરણ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. ગિરનાર પરિક્રમા દરમિયાન ભાવિકો પાસેથી દૂધ માટે વધુ પૈસા વસૂલ ન કરવામાં આવે તે માટે શ્રદ્ધાળુઓના હિતમાં પરિવહન દરને ધ્યાનમાં રાખી દૂધના ભાવ પૂર્વ નિર્ધારિત કરવામાં આવ્યા છે. જે મુજબ પરિક્રમાના ૨૬ દૂધ વિતરણ કેન્દ્ર પર ૫૦૦ મિ.લી. દૂધના પેકેટ પર એમ. આર.પી. +  રૂ.૨ પરિવહન દર મુજબ વધારે ચૂકવવાના રહેશે. ઉપરાંત કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર ઓઇલ માર્કેટિંગ કંપનીના નિયત બિલમાં દર્શાવેલ એમઆરપી મુજબ મળશે. તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *