Gujarat

પર્વ વિપક્ષી નેતા શ્રી પરેશ ધાનાણીએ પરિવાર સાથે મતદાન કર્યુ શ્રી પરેશ ધાનાણીએ સાયકલ પર ગેસનો બાટલો – તેલનો ડબ્બો લઈને વિરોધ કર્યો

અમરેલી,ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ
અમરેલીમાં ગજેરાપરામાં આવેલ શ્રીમતી મંગળાબેનબાલમંદિર ખાતે તેમના પરિવાર. સાથે સાયકલ પર જઈને મતદાન કર્યુ છે. ધાનાણીએ સવારે પૂજા અર્ચન કરીનેમાતાના આશીર્વાદલીધા ત્યારબાદ તેઓપરિવાર સાથે સાયકલની પાછળ ગેસનો બાટલો, તેલનો ડબ્બો લઇને મતદાન કરવા પહોંચ્યા હતા.
આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરેશ ધાનાણીની મોટી દીકરી સંસ્કૃતિ પહેલીવાર મતદાન કરી રહી છે. તે પણ સાઇકલ પર તેલનો ડબ્બો લઇને પ્રતિકાત્મક વિરોધ કરીને મતદાન કરવા પહોંચી હતી. આ સાથે તેમના માતા, પતી, અન્ય દીકરી અને તેમના ભાઇ શરદભાઈ અને તેના પત્ની પણ મતદાન કરવા પહોંચ્યા હતા.મતદાન કર્યા બાદ ધાનાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ૨૭ વર્ષથી સતત ભાજપના રાજમાં ગુજરાત બેહાલ થઈ ગયુંછે.રાજ્યમાં આજે ગરીબના ઘરે બે ટાઈમ ચૂલો સળગાવવાની સમસ્યા છે. મોદી સાહેબની મહેરબાનીથીરાજ્યમાં આજે ગેસનોબાટલો.  રૂ. ૧૧૨૦નો થયો છે. પેટ્રોલ ડીઝલ પણ રૂ.૧૦૦નેપારથયુંછે.તેલનોડબ્બોરૂ.૩૦૦૦ ને પાર પહોંચી ગયો છે. ગરીબોને ઘરે વધાર કેમ કરવો એની ચિંતા સતાવી રહી છે. ત્યારે રાજ્યમાં મંદી, મોઘવારીમાંથી ગુજરાતની । જનતાએ મુક્ત થવા, અત્યાચાર અને ભ્રષ્ટાચારના શાસનમાંથી લોકોએ મુક્તિ મેળવવા આજે ખુબજ સમજી વિચારીને મતદાન કરવાનું છે ત્યારે અમારો પરિવાર – વહેલો સમજી ગયો છે અને વહેલા ઊઠીને મતદાન કર્યું છે. ત્યારે અમારો મત મંદી, મોંઘવારી, બેરોજગારી, નફાખોરી અને કાળાબજારીનેહરાવવા,પોતાનુંસ્વાભિમાન બચાવવા તેમજઅત્યાચારઅનેભ્રષ્ટાચારના શાસનમાંથી મુક્તિ માટે આપ્યો છે. ત્યારે – રાજ્યના મતદારોનેવિનંતી કરતા કહ્યું હતું કે આપ પણ આપનાં સ્વાભિમાનને બચાવવા માટે, શાસકોના અહંકારને ઓગાળવા – મતદાન કરજો.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20221202-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *