Gujarat

પાટણના સાંસદ ભરતસિંહજી ડાભી કોરોનો પોઝિટીવ

પાટણ
છેલ્લા ત્રણ દિવસથી વધતા કેસના આંકડા પરથી જાેઈ શકાય છે. કે પાટણ જિલ્લામાં રોજબરોજ નવા જાહેર થતા કેસોમાં શહેરમાં રોજ નવી ૩૦ સોસાયટી અને ગામડામાં રોજ ૧૦ નવા ગામોમાં કોરોનાના કેસ આવી રહ્યા છે. જિલ્લામાં ૧૯ દિવસમાં ૧૦૦થી વધુ ગામો, પાટણ શહેરમાં ૧૪૬થી વધુ સોસાયટીમાં અત્યાર સુધી કેસ નોંધાઇ ચુક્યા છે. મોટા ભાગના કેસ બગવાડા દરવાજાથી હાઇવે વિસ્તારના છે. શહેર અને જિલ્લામાં નવા નવા સ્થળો પર કોરોનાનું સંક્રમણ પ્રસરતાં આરોગ્ય વિભાગ સહિત જિલ્લાવાસીઓમાં ભય વધવા પામ્યો છે. પાટણ જિલ્લામાં બુધવાર નવા નોંધાયેલા ૧૫૧ કેસ નોંધાયા હતા. જેમાં ચાણસ્મા કંબોઈ ગામનું બાળક તેમજ સિદ્ધપુર ડેન્ટલ કોલેજના બે આરોગ્ય કર્મીઓ તેમજ હારિજના એક પોલીસકર્મી અને સિવિલ કોર્ટ સમીના કર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લામાં બુધવારે વધુ ૩૬ દર્દીઓ સ્વસ્થ થયા હતા. ફક્ત ૨ જ દર્દી દાખલ છે. જિલ્લામાં કુલ કેસ આંક ૭૮૮ પર પહોંચ્યો છે. જેમાં અત્યાર સુધી ૧૧૪ દર્દીઓ સ્વસ્થ થતા એક્ટિવ કેસ આંક ૬૭૪ થયો છે. જિલ્લામાં મંગળવાર સુધી ૨૬ કન્ટેન્ટમેન્ટ ઝોન બન્યા છે.પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં ઉતરાયણ બાદ સંક્રમણ સતત વધતાં કોરોનાના કેસ આંક ઉપર આવી રહ્યા છે. ત્યારે પાટણના સાંસદ સભ્ય ભરતસિંહજી ડાભીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી ડોક્ટરની સલાહ મુજબ તેઓ હોમ ક્વોરેન્ટાઈન થયા છે. જિલ્લામાં સતત ત્રીજા દિવસે બુધવારે પણ કોરોનાના કેસનો આંકડો સદી વટાવીને બીજીવાર શહેરમાં સૌથી વધુ ૧૫૧ કેસ નોંધાયા હતા. જેમાં ૬૪ કેસ પાટણ શહેરના નોંધાયા હતા. તો શહેરમાં શરૂઆતથી જ સંક્રમણ જાેવા મળી રહ્યું છે. અને જિલ્લામાં નોંધાયેલા કુલ કેસના ૭૮૮ પૈકી ૨૯૭ કેસ એટલે કે ૩૮ ટકા કેસ ફક્ત એકલા પાટણ શહેરમાં જ નોંધાયા છે. રોજ નોંધાતા નવા કેસના આંકડાના એનાલિસ્ટ પરથી જાેવા મળી રહ્યું છે.

MP-Bharatsinhji-Dabhi-Korona-positive.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *