પાટણ
પાટણના પદ્મનાથ વિસ્તારની ૧૭ સોસાયટી ના સંગઠન અને રોટરી કલબ ઓફ પાટણ સીટી અને તાલુકા હેલ્થ કચેરીના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન રુદ્રાક્ષ હોમ સોસાયટી પાટણ ખાતે કરવામાં આવ્યું હતું. પદ્મનાથ વિસ્તારની કેટલીક સોસાયટીઓ માં હમણાં થોડા સમયથી ડેન્ગ્યુ ના તાવના કેશો ખૂબ વધ્યા હતા.રુદ્રાક્ષ હોમાં માં આશરે ૧૫ અને શિવ નગરી મા આશરે ૧૨ જેટલા લોકો ડેગ્યું ની ઝપટ માં આવ્યા છે એ સમાચાર ૧૭ સોસાયટી સંગઠન ના ઉપ પ્રમુખ દશરથભાઈ દરજી દ્વરા મદારસિંહ ગોહિલને વાત કરતા. રોટરી કલબ પાટણ સીટી ના પ્રમુખ મુકેશભાઈ દેસાઈ અને તાલુકા હેલ્થ ઓફિસર અલ્કેશભાઈ સાથે સંકલન કરીને તાત્કાલિક ડૉ.નિશાંત ગુપ્તા સાહેબના માર્ગદર્શન તળે આરોગ્ય વિભાગની ટીમ સવારે કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમા ખૂબ સારી વધુ સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મેડિકલ ટીમ માં ડૉ.નિશાંત ગુપ્તા એમ. ડી.લાઇફ કેર હોસ્પિટલ. ડૉ.મૌલિક મિસ્ત્રી. ડૉ.કુલદીપ ગોહિલ .દવે ભાવના.કલ્પેશભાઈ અને પીન્ટુ ભાઈએ ખૂબ સારી સેવા આપી હતી. કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ૧૭ સોસાયટી ના સંગઠનના પ્રમુખ મદારસિંહ ગોહિલ.ઉપ પ્રમુખ દશરથભાઈ દરજી. રોટરી કલબ પાટણ સીટી ના પ્રમુખ મુકેશભાઈ દેસાઈ .રમેશભાઈ પટેલ અને શૈલેષભાઈ પટેલ.અનિલ રાવલ હાજર રહ્યા હતા.રુદ્રાક્ષ હોમસ સોસાયટી ના રહીશો વિનુભાઈ ચૌધરી.નિકુંજ ભાઈ અને અન્ય લોકોએ ખૂબ જ સારો સહયોગ આપ્યો હતો. આજુબાજુની તમામ સોસાયટીઓ ના લોકો એ બહોળી સંખ્યા માં મેડિકલ ચેકઅપ કેમ્પ નો લાભ લીધો હતો.


